Gandhinagar News: ગુજરાતમાં ગરમીના સમયે માવઠાએ માઝા મૂકી છે. રાજ્યના સાત તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ માવઠાના કારણે ખેડૂતોને હાલાકી પડશે તેમ માનવામાં આવે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં જાણે ભર ઉનાળે ચોમાસા જેવુ વાતાવરણ થઈ ગયું છે. રાજ્યના સાત તાલુકામાં પડેલા વરસાદના દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. આ સિવાય જામખંભાળિયામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. વેરાવળમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્ય તાલુકામાં 20 મીમી વરસાદ નોંધાયો હતો.
દ્વારકા જેવી જ સ્થિતિ બીજા જિલ્લા રાજકોટની હતી. રાજકોટમાં ભરઉનાળે વાદળછાયુ વાતાવરણ થઈ ગયુ હતુ. શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. શહેરમાં કેટલીય જગ્યાએ ઝરમર-ઝરમર વરસાદ પડ્યો હતો. વાતાવરમણાં પલટો આવતા રાજકોટવાસીઓને ગરીમાંથી રાહત મળી હતી. પણ રાજકોટવાસીઓને મળેલી આ રાહત ખેડૂત માટે આફત બનીને આવી છે. શહેરમાં કેટલીય જગ્યાએ હજી પણ ઝરમર-ઝરમર વરસાદ જારી છે.
દેવભૂમિ દ્વારકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વરસ્યો છે. ધોળા દિવસે કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા છે, કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદ ખાબક્યો છે. વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવ્યો હતો અને તેના પછી વરસાદ ખાબક્યો હતો. આ માવઠાના લીધે ધરતીપુત્રોનો ઊભો પાક મુશ્કેલીમાં મૂકાયો છે. તેમા પણ ખાસ કરીને રવી પાક પર સંકટના વાદળ છવાયા છે.
જૂનાગઢમાં વરસાદી ઝાપટાના કારણે બાજરાનો ચારો પલળ્યો હતો. માંગરોળ, ચોરવાડ નજીકન દરિયાઈ પટ્ટીમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદી ઝાપટાથી બાજરાના ચારો પલળતા ખેડૂતોને હાલાકી પડી છે. ઉનાળી વાવેતરમાં તેની અસર પડે તેમ માનવામાં આવે છે. માંગરોળ, ચોરવાડ નજીક દરિયાઈ પટ્ટીમાં વરસાદ વરસ્યો છે. વરસાદી ઝાપટાથી બાજરાનો ચારો પલળતા હાલાકી પડી રહી છે.
આ ઉપરાંત જામનગર પંથપકમાં પણ વરસાદ પડતા બધા નદીનાળા ભરાઈ ગયા છે. ખેડૂતોના ઊભા મોલ પાણીમાં પલળી ગયા છે. ઊભા રવિ પાકને પણ નુકસાન થયુ હોવાનો અંદાજ છે. ખેડૂતોને કુદરત જાણે એપ્રિલમાં એપ્રિલ ફુલ બનાવી રહી હોય તેવું લાગે છે. ગુજરાતમાં વરસાદ જાણે અનિયમિત થઈ ગયો છે, પરંતુ માવઠુ નિયમિત થવા લાગ્યું છે.
આ જ રીતે કચ્છમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. ગાંધીધામ, અંજાર અને અબડાસામાં પણ ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કેટલાય વાહનચાલકો માટે જાણે ઊઘતા ઝડપાયા હોય તેવી સ્થિતિ છે. પણ આ માવઠુ ખેડૂતો પર મોટી આફત બનીને તૂટી પડ્યું છે. ગીર સોમનાથના જિલ્લાના ખેડૂતો પર તો જાણે માવઠાનો માર બરોબર પડ્યો છે. ખેડૂતોની છેલ્લા પાંચ મહિનાની મહેનત પર જાણે પાણી ફરી વળ્યું છે. ખેડૂતો અત્યારથી જ સહાય માટે માંગ કરવા માંડ્યા છે. રાજ્ય સરકારે આગામી દિવસોમાં ખેડૂત માટે સહાયનું પેકેજ જાહેર કરવું પડે તો આશ્ચર્ય નહીં થાય.
આ પણ વાંચો: ગુજરાતમાં હવામાનનો મોટો પલટો, બે વરસાદી સિસ્ટમ સક્રિય, 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી
આ પણ વાંચો: ગુજરાતમાં હવામાનનો મોટો પલટો, બે વરસાદી સિસ્ટમ સક્રિય, 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી એપ્રિલની શરૂઆતમાં વરસાદ
