Not Set/ સિરિયલ કિલરે તપાસમાં ચોથી હત્યાની આપી કબુલાત, હત્યા બાદ લાશ ગટરમાં ફેંકી દીધી હતી

પાછલા અઠવાડીયે ગાંધીનગર પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી અને 3 વ્યક્તિને માથામાં ગોળી મારી હત્યા કરી, લૂંટ ચલાવનારો સિરિયલ કિલર 8 મહિના બાદ ઝડપાઇ ગયો હતો. હાલ આ સિરિયલ કિલર પોલીસ હિરાસતમાં છે અને તેની ઉલટ તપાસમાં તેણે ચોથી હત્યા કરી હોવાની પણ પુષ્ટી આપી છે. આજે સિરિયલ કિલરેની તપાસમાં વધુ એક હત્યાનો ખુલાસો […]

Top Stories Ahmedabad Gujarat

પાછલા અઠવાડીયે ગાંધીનગર પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી અને 3 વ્યક્તિને માથામાં ગોળી મારી હત્યા કરી, લૂંટ ચલાવનારો સિરિયલ કિલર 8 મહિના બાદ ઝડપાઇ ગયો હતો. હાલ આ સિરિયલ કિલર પોલીસ હિરાસતમાં છે અને તેની ઉલટ તપાસમાં તેણે ચોથી હત્યા કરી હોવાની પણ પુષ્ટી આપી છે. આજે સિરિયલ કિલરેની તપાસમાં વધુ એક હત્યાનો ખુલાસો થયો છે.

સિરિયલ કિલર દ્વારા ચોથી હત્યાની કબુલાત

સિરિયલ કિલર મોનિશ માલી ઉર્ફે મદને અમદાવાદનાં કઠવાડા જીઆઇડીસી પાસે વિરાટનગરમાં રહેતા વિશાલ પટેલ નામના યુવકની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. માત્ર એટલું જ નહીં, સિરિયલ કિલરે જે ત્રણ વ્યક્તિની હત્યા કર્યા બાદ ચલાવેલી લૂંટનો માલ મૃતક વિશાલ પટેલને જ વેચ્યો હતો. મદને હત્યા બાદ લાશને ગટરમાં ફેંકી દીધી હતી અને મૃતકની કારને પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી.

સીઆઈડી ક્રાઈમની ટીમે હાલ મૃતક વિશાલ પટેલની લાશને ગટરમાંથી શોધવા તજવીજ શરૂ કરી છે. સિરિયલ કિલરે વિશાલની હત્યા કરી લાશને જે ગટરમાં ફેંકી હતી, ત્યાં ફાયરબ્રિગેડની મદદથી લાશ શોધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડના એક જવાનને ગટરમાં લાશને શોધવા માટે ઉતારવામાં આવ્યો હતો.

કિલર યુ ટ્યૂબ જોઈને બંદૂક ચલાવતા શીખ્યો હતો, ક્રાઈમ પેટ્રોલ જોઈ હત્યાઓ કરી

સિરિયલ કિલરને પકડવા માટે 5 રાજ્યની 50 કરતાં વધારે ટીમો કામે લાગી હતી અને રૂ.5 લાખનું ઈનામ પણ જાહેર કરાયું હતું. ગુજરાત એટીએસે સરખેજ વિસ્તારમાંથી શનિવારે મોડી રાતે ધોળકા રોડ પર આવેલા એક મકાનમાંથી મદન ઉર્ફે મોસિન નાયકને ઝડપી લઇ 1 પિસ્ટલ અને 31 કારતૂસ કબજે કર્યા હતા. આ સિરિયલ કિલર ચોરી – લૂંટના ગુના આચરનાર હિસ્ટ્રિશીટર છે અને વિકૃત માનસિકતા ધરાવતા તેણે ફક્ત પૈસા માટે જ આ 3 વ્યક્તિની હત્યા કરી હતી. કિલરે પોલીસ સમક્ષ 1 જ મિનિટમાં ત્રણેય હત્યા કબૂલી લીધી હતી. ક્રાઇમ પેટ્રોલ જોઈને હત્યા કરવાનું અને યુ ટ્યૂબ પરથી બંદૂક ચલાવતા શીખ્યો હોવાની કબૂલાત તેણે કરી હતી.

મદન મૂળ રાજસ્થાનનો વતની હતો. તેના પિતાએ બીજાં લગ્ન કરતા મદને 1995માં ઘર છોડી દીધું હતું. વર્ષો સુધી તે ગાંધીનગર શાકભાજી તેમજ ચોળાફળી વેચતો હતો. તેણે 1999માં સાઈકલ ચોરીથી ચોરીની શરૂઆત કરી હતી. અને સમયાંતરે સિરિયલ કિલીંગ જેવા ખતરનાક ગુનાહને પણ અંજામ આપતો થયો.

પોલીસે સ્કેચ જાહેર કર્યો, તો ભાગીને સરખેજ રહેવા આવી ગયો 

મદને જુઠ્ઠાજી ઠાકોરની ત્રીજી હત્યા કરી, ત્યારબાદ પોલીસે તેનો સ્કેચ જારી કર્યો હતો. જેથી મદન એલર્ટ થઇ ગયો હતો અને 3 મહિના પહેલા પત્ની અને દીકરાને લઇને તેે ગાંધીનગરથી સરખેજ-ધોળકા રોડ ઉપર રહેવા આવી ગયો હતો.

પોલીસથી બચવા લૂક પણ બદલાવી નાખ્યો

પોલીસે મદનનો સ્કેચ તેમજ સીસીટીવીમાં જારી કરીને કેનાલની આસપાસ વોચ ગોઠવી દીધી હતી. જેથી પોલીસથી બચવા મદને મૂછ અને દાઢી વધારી દીધી હતી અને વાળ નાના કરી દીધા હતા. આમ પોલીસને 8 મહિનાથી લૂક ચેન્જ કરી આપી રહ્યો હતો હાથતાળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.