Chemical bottle explosion/ રાજકોટમાં એક ઘરની અંદર કેમિકલની બોટલો ફૂટતા વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં

આપણી આજુબાજુ  ઘણા  લોકો પોતાના ઘર કે ફેક્ટરીમાં કેમિકલ રાખતા હોય છે .

Top Stories Gujarat Rajkot

આપણી આજુબાજુ  ઘણા  લોકો પોતાના ઘર કે ફેક્ટરીમાં કેમિકલ રાખતા હોય છે . જે કોઈ વાર બધા માટે ઘાતક સાબિત થતું હોય છે આવીજ એક ઘટના ગુજરાતના રાજકોટમાં બની છે જ્યાં બુધવારે રાત્રે એક ઘરમાં કેમિકલની બોટલોના કારણે વિસ્ફોટ થયો હતો.જેને લઈ ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી.

આ ઘટના બાદ ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરવામાં આવી હતી, જે બાદ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.આ ઘટના રાજકોટ જિલ્લાના શાસ્ત્રીનગર વિસ્તારમાં બુધવારે બની હતી જય એક ઘરની અંદર વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. જાણકારી અનુશાર ઘરની અંદરની કેટલીક કેમિકલની બોટલો ફાટવાથી આગ લાગી હતી.

આ ઘટનાની જાણ ફાયર વિભાગના અધિકારીઓને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે અને આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. ઘટનાનો ચોક્કસ સમય અને કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટના અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. મહત્વનું છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.વિસ્ફોટનું કારણ અને નુકસાનનું પ્રમાણ હજુ સુધી જાણી શકાયું નથી

આ પણ વાંચો :Accident/રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા 12 લોકોના મૃતદેહ ભાવનગર લવાશે

આ પણ વાંચો :gujarat rain/ગુજરાતીઓ સાવધ રહેઃ આ દિવસોમાં છે ભારે વરસાદની છે આગાહી

આ પણ વાંચો :સફળતાના બે વર્ષ/મહિલાલક્ષી 200 યોજનાઓ માટે ભુપેન્દ્ર પટેલ સરકારનું એક લાખ કરોડનું બજેટ