Benguluru-Fire Accident/ બેંગલુરુમાં વ્હાઈટ ફિલ્ડના રામેશ્વરમ કાફેમાં થયો વિસ્ફોટ, મહિલા સહિત 4 લોકો ગંભીરપણે ઘાયલ

બેંગલુરુના વ્હાઈટ ફિલ્ડ્સમાં રામેશ્વરમ કાફે રેસ્ટોરન્ટમાં થયો હતો. સિલિન્ડર ફાટ્યો કે બોમ્બ વિસ્ફોટ થયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 03 01T151846.645 બેંગલુરુમાં વ્હાઈટ ફિલ્ડના રામેશ્વરમ કાફેમાં થયો વિસ્ફોટ, મહિલા સહિત 4 લોકો ગંભીરપણે ઘાયલ

બેંગલુરુના વ્હાઈટ ફિલ્ડ્સમાં રામેશ્વરમ કાફે રેસ્ટોરન્ટમાં થયો હતો. સિલિન્ડર ફાટ્યો કે બોમ્બ વિસ્ફોટ થયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી. રામેશ્વરમ કાફેમાં થયેલ વિસ્ફોટમાં રેસ્ટોરન્ટમાં હાજર ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

આજે શુક્રવાર 1 માર્ચના રોજ બેંગલુરુના વ્હાઈટફિલ્ડમાં રામેશ્વરમ કાફેમાં અચાનક વિસ્ફોટ થયો. રેસ્ટોરન્ટમાં આગ લાગવાની ઘટનાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડ, પોલીસ, બોમ્બ સ્કોવોડ અને ફોરેસન્સિકની ટીમ ઘટનાસ્થળ પર પંહોચી ગઈ છે. ભયંકર આગને પગલે પ્રથમ આસપાસના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો. રામેશ્વર કાફેમાં થયેલ વિસ્ફોટમાં ઇજા પામેલ ત્રણ લોકો સ્ટાફ મેમ્બર છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગ્રાહક હોવાનું એક અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું. ઘટનાસ્થળ પર પંહોચેલ પોલીસ બનાવ વખતે હાથ લાગેલ ઓળખપત્રોની ચકાસણી કરી રહી છે. તેમજ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ટોરન્ટના રસોડામાંથી જ્વલનશીલ સામગ્રી દૂર કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ થવાની ઘટના બનતા હાલમાં વ્હાઈટ ફિલ્ડ અને ઇન્દિરા નગર બંને વિસ્તારની પોલીસ ઘટનાસ્થળ પર તથ્યોની તપાસ કરી રહી છે.

અગાઉ પણ બેંગલુરુમાં આ વિસ્તારમાં વિસ્ફોટ થવાની ઘટના બની હતી. આ ઘટનામાં સિલિન્ડર વિસ્ફોટ થતાં એક પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચામરાજનગરાના રહેવાસી આ પરિવારના સભ્યોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં પિતા અને તેના બે કિશોર બાળકોને પણ દાઝી ગયા હતા. પરંતુ માતાની હાલત વધુ ગંભીર હતી. આ ઘટનાને લઈને વ્હાઈટફિલ્ડના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે વિસ્ફોટની આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો એક જ પરીવારના હોવાનું તેમને જાણવા મળ્યું હતું. પોલીસે વિસ્ફોટ મામલે વધુ તપાસ કરતાં સિલિન્ડર ફાટતા વિસ્ફોટ થયાનું કારણ સામે આવ્યું હતું.

નોંધનીય છે કે વ્હાઈટ ફિલ્ડમાં આવેલ રામેશ્વરમ કાફે દક્ષિણની પ્રખ્યાત વાનગી Dosa માટે વધુ પ્રખ્યાત સ્થળ છે. ભૂતપૂર્વ માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયાના શેફ ગેરી મેહિગન સહિત અનેક હસ્તીઓએ કેફેની મુલાકાત લીધી છે. 2021માં રાઘવેન્દ્ર રાવ અને દિવ્યા રાઘવેન્દ્ર રાવ દ્વારા રામેશ્વરમ કાફેની સ્થાપના કરવામાં આવી હતી. ટૂંક સમયમાં લોકપ્રિય બનેલ રામેશ્વરમ કાફેમાં આજે થયેલ વિસ્ફોટ પાછળના કારણો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ફાયર બ્રિગેડની ટીમોએ મહદ્ અંશે આગ પર કાબુ મેળવી લીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  hall ticket/10 અને 12મા ધોરણની પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પર અપલોડ

આ પણ વાંચો: Kunal Ghosh/નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા કુણાલ ઘોષ પાર્ટી છોડી શકે છે, X પ્રોફાઇલ પર બદલાયો બાયો

આ પણ વાંચો: LPG Price hike/માર્ચ મહિનામાં મોંઘવારીનો માર, ઓઈલ કંપનીઓએ LPG સિલિન્ડરમાં કર્યો ભાવ વધારો

આ પણ વાંચો: Delhi high court/દિલ્હી હાઈકોર્ટ “અમે દેશ અને રાજ્યોની સરહદો નક્કી નથી કરતા”, હરિયાણા અને પંજાબ રાજ્યોના નકશા મામલાની કોર્ટે અરજી ફગાવી