Armaan Malik Engagement/ કોના પ્રેમમાં ડૂબ્યા સિંગર અરમાન ? બે વર્ષ મોટી આ છોકરી સાથે કરી સગાઈ 

પ્રખ્યાત ગાયક અરમાન મલિકે લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે સગાઈ કરી લીધી છે. સિંગરે સોશિયલ મીડિયા પર ચાહકો માટે તેની સગાઈની તસવીરો પણ શેર કરી છે. 

Trending Entertainment
Armaan malik engagement

‘બોલ દો ના જરા’ અને ‘પહેલા પ્યાર’ના સિંગર અરમાન મલિકે તેની લેટેસ્ટ પોસ્ટ દ્વારા તેના ચાહકોને સારા સમાચાર આપ્યા છે. સિંગરે ફેશન ઇન્ફ્લ્યુએન્સર આશના શ્રોફ સાથેની તેની સગાઈની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 28 ઓગસ્ટના રોજ, સિંગરે પોતાના જીવનની મોટી અપડેટ ફેન્સ સાથે શેર કરી અને લખ્યું- ‘અને હવે અમારી કાયમની સફર શરૂ થઈ ગઈ છે.’ અરમાન મલિકની સગાઈની તસવીરો જોઈને ચાહકોથી લઈને ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ તેને અભિનંદન આપવા લાગ્યા છે.

ઘૂંટણિયે બેસીને ગાયકે તેની ગર્લફ્રેન્ડને પહેરાવી વીંટી!

મનોરંજનના સમાચાર મુજબ, સિંગર અરમાન મલિક વર્ષ 2019થી યુટ્યુબર આશના શ્રોફને ડેટ કરી રહ્યો છે. અને હવે તેણે સગાઈ કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. સગાઈની તસવીરોમાં જ્યાં સિંગર ક્રીમ રંગનો સૂટ પહેરેલ જોવા મળે છે, તો આશના પણ સફેદ રંગના ફ્લોરલ પ્રિન્ટના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ARMAAN MALIK 🧿 (@armaanmalik)

અરમાન મલિકે સોશિયલ મીડિયા પર શેર કરેલી સગાઈના પ્રથમ ફોટામાં, ગાયક આશનાને ઘૂંટણિયે બેસી ડાયમંડ રીંગ પહેરાવતા જોવા મળે છે. ત્યાં આશના તેની ખુશીને સમાવી શકતી નથી. તો બીજા ફોટામાં, ઈમોશનલ થયેલી આશનાને  ગાયક સાઈડથી ગળે લગાવતો જોવા મળે છે.

કોણ છે સિંગર અરમાન મલિકની મંગેતર?

અહેવાલો અનુસાર, સિંગર અરમાન મલિકની મંગેતર આશના શ્રોફ વ્યવસાયે YouTuber, બ્લોગર, સોશિયલ મીડિયા સેલિબ્રિટી છે. તે સુંદરતા અને ફેશન બ્લોગ્સ માટે પ્રખ્યાત છે. વર્ષ 1993માં જન્મેલી આશનાએ લંડનથી ફેશનનો અભ્યાસ કર્યો છે. સિંગર અરમાન મલિકનો જન્મ 1995માં થયો હતો.

સેલેબ્સે અભિનંદનની કરી વર્ષા!

અરમાન મલિક એ સગાઈના ફોટા શેર કર્યા પછી, બોલીવુડ કલાકારો અને ગાયકોએ અભિનંદન સંદેશ મોકલવાનું શરૂ કર્યું છે. ઈશાન ખટ્ટરે લખ્યું- ઓહ, તમને અભિનંદન. ટાઈગર શ્રોફે પણ કોમેન્ટ કરી અને લખ્યું- મારા ભાઈ અભિનંદન. દિવ્યાંકાએ પણ અભિનંદન પાઠવ્યા અને લખ્યું- આ નવી શરૂઆત સાથે તમને બંનેને સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભકામનાઓ..

આ પણ વાંચો:અવસાન/ડીસી કોમિક્સ હાર્લી ક્વિનને અવાજ આપનાર અભિનેત્રી આર્લીન સોર્કિનનું નિધન

આ પણ વાંચો:preity zinta/ પ્રીતિ ઝિન્ટાના સસરાનું નિધન, અભિનેત્રીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ

આ પણ વાંચો:Esha Deol on National Film Award/ દેઓલ પરિવારમાં બેક ટુ બેક 3 ખુશીઓ આવી, ‘એક દુઆ’ને નેશનલ એવોર્ડ મળ્યા બાદ ઈશા દેઓલે કહી હૃદય સ્પર્શી વાત