Not Set/ રીલ લાઈફના મહાદેવ થયા કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં કરાયા દાખલ

દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. દરરોજ લાખો લોકો આ વાયરસની પકડમાં આવી રહ્યા છે. ઘણા સેલેબ્સ આ વાયરસનો શિકાર બની ચુક્યા છે.

Trending Entertainment

દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. દરરોજ લાખો લોકો આ વાયરસની પકડમાં આવી રહ્યા છે. ઘણા સેલેબ્સ આ વાયરસનો શિકાર બની ચુક્યા છે. આ વાયરસને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે ટીવી એક્ટર મોહિત રૈના પણ આ વાયરસનો શિકાર બન્યો છે. દેવ કે દેવ મહાદેવ ફેમ મોહિત કોરોના પોઝિટિવ બન્યા બાદ તેમની તબિયત લથડી છે, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેની માહિતી ખુદ મોહિતે સોશિયલ મીડિયા પર આપી છે.

મોહિતે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં આકાશની તસવીર છે, બીજામાં, તેના હાથ પર ડ્રીપ લાગેલી જોવા મળી રહી છે. મોહિતે આ તસવીરો શેર કરતી વખતે લખ્યું છે કે – હું જયારે પણ બહાર અને અંદર જોવું છું તો જ હું બધા માટે પ્રાર્થના કરું છું. પિતાજી હંમેશા કહે છે કે પ્રાર્થના કામ કરે છે.

આ પણ વાંચો :હિન્દી અને ગુજરાતી ફિલ્મ એક્ટર અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકથી નિધન

મોહિતે આગળ લખ્યું- હું તમને બધાને રીક્વેસ્ટ કરું છું કે સલામત રહો અને બધા માટે પ્રાર્થના કરો. ગયા અઠવાડિયે કોરોના પોઝિટિવ બન્યા પછી, હું ડોકટરોની દેખરેખ હેઠળ છું. હું જ્યાં છેલ્લા એક મહિનાથી રહું છું તે જગ્યા. તેમના કારણે આપણે બધા સારા છીએ. આપણે ઘરની અંદર રહી શકીએ છીએ. બધા જલ્દી મળીશું લવ.

https://www.instagram.com/p/CN_WF0vL8NJ/?utm_source=ig_web_copy_link

ઘણા સેલેબ્સે મોહિત રૈનાની આ પોસ્ટ પર ટિપ્પણી કરી છે અને તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. વેબ સિરીઝ કાફિરમાં મોહિત સાથે કામ કરનારી દિયા મિર્ઝાએ ટિપ્પણી કરી છે કે – જલ્દી ઠીક થાઓ. હું તમારી ઝડપી રીકવરીની કામના કરું છું.

આ પણ વાંચો :હિન્દી અને ગુજરાતી ફિલ્મ એક્ટર અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકથી નિધન

સીરીયલ દેવો કે દેવ મહાદેવમાં, મૌની રોય મોહિતની સાથે માતા સતીની ભૂમિકામાં જોવા મળી હતી. શો દરમિયાન બંને એકબીજાને ડેટ કર્યાના અહેવાલો આવ્યા હતા, પરંતુ બંને હંમેશા કહેતા હતા કે તેઓ એકબીજાના સારા મિત્રો છે. બંનેને ઘણીવાર સાથે જોવા મળ્યા હતા. પરંતુ જ્યારે મૌનીએ બોલિવૂડમાં પગ મૂક્યો ત્યારપછી આ બંનેના રસ્તાઓ અલગ થઈ ગયા છે.

આ પણ વાંચો :બેડમિન્ટન સ્ટાર જવાલા ગુટ્ટા એ વિષ્ણુ વિશાલ સાથે માંડ્યા પ્રભુતામાં પગલાં, જુઓ તસ્વીરો

વર્કફ્રન્ટની વાત કરીએ તો મોહિત રૈના છેલ્લે વેબ સિરીઝ ભોકાલમાં જોવા મળ્યો હતો. આ સિવાય તે વિકી કૌશલ સાથેની ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈક ફિલ્મમાં પણ જોવા મળ્યો છે.