Air India/ એર ઈન્ડિયાના કોકપિટમાં ગર્લફ્રેન્ડને બોલાવનાર પાઈલટ પર મોટી કાર્યવાહી,એક વર્ષ માટે લાઇસન્સ સસ્પેન્ડ

એર ઈન્ડિયાના કોકપિટમાં મહિલા મિત્રને લઈ જનાર પાઈલટનું લાઇસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં, આ મામલે એર ઈન્ડિયાએ તેના બંને પાઈલટ પર તાત્કાલિક કાર્યવાહી કરી અને તેમને રોસ્ટરમાંથી દૂર કર્યા.

Top Stories India
8 18 એર ઈન્ડિયાના કોકપિટમાં ગર્લફ્રેન્ડને બોલાવનાર પાઈલટ પર મોટી કાર્યવાહી,એક વર્ષ માટે લાઇસન્સ સસ્પેન્ડ

એર ઈન્ડિયાના કોકપિટમાં મહિલા મિત્રને લઈ જનાર પાઈલટનું લાઇસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં, આ મામલે એર ઈન્ડિયાએ તેના બંને પાઈલટ પર તાત્કાલિક કાર્યવાહી કરી અને તેમને રોસ્ટરમાંથી દૂર કર્યા.

એર ઈન્ડિયાની ફ્લાઈટના કોકપિટમાં તેની મહિલા મિત્રને આમંત્રિત કરવા બદલ DGCA દ્વારા પાઈલટનું લાઇસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. 3 જૂને ચંદીગઢ-લેહ ફ્લાઈટના પાયલટે તેની મહિલા મિત્રને કોકપિટમાં એન્ટ્રી આપી હતી. શરૂઆતમાં, આ મામલે એર ઈન્ડિયાએ તેના બંને પાઈલટ પર તાત્કાલિક કાર્યવાહી કરી અને તેમને રોસ્ટરમાંથી દૂર કર્યા.આ કિસ્સામાં, પ્રથમ અધિકારીનું પાયલોટ લાઇસન્સ DGCA દ્વારા એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે કારણ કે તેણે નિયમોના ઉલ્લંઘનની જાણ કરી નથી.જાણકારી અનુસાર, ગયા અઠવાડિયે 3 જૂને ચંદીગઢ-લેહ ફ્લાઈટ AI-458ના કોકપિટમાં પાઈલટે એક અનધિકૃત મહિલાને એન્ટ્રી આપી હતી. એર ઈન્ડિયાના મેનેજમેન્ટે કેબિન ક્રૂ તરફથી કોકપિટ નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ મળ્યા બાદ આ પગલું ભર્યું છે. એર ઈન્ડિયાના એક ટોચના અધિકારીએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે ફ્લાઈટ AI-458ની એક મહિલા મિત્ર નિયમોનું પાલન કર્યા વિના કોકપિટમાં પ્રવેશી હતી. આ પછી, એર ઈન્ડિયા દ્વારા બંને પાઈલટને ગ્રાઉન્ડ/ઓફ-રોસ્ટર કરવામાં આવ્યા હતા.  ડીજીસીએએ કહ્યું હતું કે આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ મામલામાં એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું- “એર ઈન્ડિયા સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. નિયમોનું ઈરાદાપૂર્વક ઉલ્લંઘન બિલકુલ સહન કરતું નથી. આવા ઉલ્લંઘનોને ગંભીરતાથી લેવામાં આવે છે. ગુનેગારો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.” આવો જ એક કિસ્સો 27 ફેબ્રુઆરીએ પણ સામે આવ્યો હતો. દુબઈ-દિલ્હી ફ્લાઈટ AL-915 દરમિયાન મહિલા મિત્રને કોકપિટમાં આમંત્રિત કરવા બદલ પાઈલટ સામે તાત્કાલિક પગલાં લેતા, DGCAએ તેનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યું. આ સિવાય સુરક્ષા અને સંવેદનશીલ મુદ્દાઓ પર તાત્કાલિક પગલાં ન લેવા બદલ એર ઈન્ડિયાને મે મહિનામાં 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.