અમદાવાદ: ભરૂચ જિલ્લાના ઝઘડિયાના દઘેરા ગામે પાણીની ટાંકીની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દિવાલની નીચે દબાઈ જતાં ત્રણના મોત નીપજ્યા હતા. ટાંકીની દિવાલ નીચે દબાઇ જતાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ગોઝારી ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દઘેરા ગામે આજે રવિવારે સવારના સમયે એક પાણીની ટાંકીની દિવાલ અચાનક ધરાશાયી થઇ હતી.
આ દિવાલ ધરાશાયી થઈ હતી તે સમયે દિવાલની આગળ ચારથી પાંચ લોકો ઉભા હતા. જેમાંથી ત્રણ વ્યક્તિ ઉપર પાણીની ટાંકીની દિવાલ પડી હતી. જેના કારણે દિવાલ નીચે દબાઈ ગયેલી ત્રણેય વ્યક્તિના મોત નીપજ્યા હતા.
આ પાણીની ટાંકીની દિવાલ ધસી પડવાની ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. સ્થાનિક લોકોએ દિવાલ નીચે દબાઈ ગયેલા ત્રણેય વ્યક્તિને બહાર કાઢ્યા હતા. જો કે દિવાલ નીચે દબાયેલી ત્રણેય વ્યક્તિઓ મોતને શરણ થઈ ગઈ હતી.
આ ઘટનાના તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચના ઝઘડિયા તાલુકાના દઘેરા ગામે બનેલી ઘટના અંગે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અકસ્માત મોતની નોંધ કરીને ધોરણસરની તપાસ હાથ ધરી છે.
નાનકડા એવા આ દઘેરા ગામમાં અચાનક બનેલી આ ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનારા મૃતકોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.