Not Set/ શું ખબર છે કોઈને ૧૦ હજાર રૂમના મહેલમાં ક્યાં થયો હતો ભગવાન રામનો જન્મ : મણિશંકર અય્યર

લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ રામ મંદિરને લઈને પણ રાજકારણ ગરમાયું છે. હાલમાં જ કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે સોમવારે એક કાર્યક્રમમાં રામ મંદિર મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તમે ઇરછો છો તો અયોધ્યામાં રામ મંદિર ચોક્કસથી બનાવો પરંતુ અયોધ્યાના રાજા દશરથના મહેલમાં ૧૦ હજાર રૂમ હતા. કોણ કહી શકે છે […]

Top Stories India Trending Politics
manishankar3 k7n શું ખબર છે કોઈને ૧૦ હજાર રૂમના મહેલમાં ક્યાં થયો હતો ભગવાન રામનો જન્મ : મણિશંકર અય્યર

લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ રામ મંદિરને લઈને પણ રાજકારણ ગરમાયું છે.

હાલમાં જ કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે સોમવારે એક કાર્યક્રમમાં રામ મંદિર મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તમે ઇરછો છો તો અયોધ્યામાં રામ મંદિર ચોક્કસથી બનાવો પરંતુ અયોધ્યાના રાજા દશરથના મહેલમાં ૧૦ હજાર રૂમ હતા. કોણ કહી શકે છે કે રામનો જન્મ ક્યાં રૂમમાં થયો હતો. ભાજપ કેવી રીતે દાવો કરી શકે કે રામમંદિર ત્યાં જ બનશે.

કોંગ્રેસ લીડર અય્યરે આ નિવેદન દિલ્લીમાં ‘ એક શામ બાબરી મસ્જીદ કે નામ ‘ કાર્યક્રમમાં આપ્યું હતું.

ધ્વંસ રોકવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી હતી

વર્ષ ૧૯૯૨માં નરસિમ્હા રાવની સરકાર બાબરી મસ્જીદ ધ્વંસને રોકવામાં નિષ્ફળ રહી હતી. સરકરે તે સમયે રોકવા માટે જરૂરી પગલા નહતા ઉઠાવ્યા. હું કોંગ્રેસ તરફથી છુ અને તે વખતે ધ્વંસને રોકવાની જવાબદારી અમારી હતી.

હિન્દુસ્તાની થઇને અલ્લાહ પર ભરોસો ન રાખી શકીએ !

અય્યરે આગળ કહ્યું કે જો આપને વિચારીએ છીએ કે અયોધ્યામાં ભગવાન રામ નો જન્મ થયો હતો તે માટે ત્યાં મંદિર બનાવવું જોઈએ અને ત્યાં એક મસ્જીદ છે તે તોડવી જોઈએ. એક હિન્દુસ્તાની થઇને અલ્લાહ પર ભરોસો રાખવો શું ખોટું છે ?

કોર્ટનો ચુકાદો ન ગમે તો બીજા ઉકેલ વિચારવા જોઈએ 

વધુમાં કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે બાબરી મસ્જીદ પર જો તમે કોર્ટના ચુકાદાથી અસંતુષ્ટ છો તો આ મામલે વાત કરીને કોઈ નિવેડો લાવી શકાય છે. પરંતુ મને દેશની ન્યાય વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે. જો તેમ છતાં પણ આપણે ખુશ નથી તો આ સ્થિતિનો ઉકેલ લાવવા માટે બીજા ઘણા પ્રયત્નો છે.

આની પહેલા કોંગ્રેસના નેતા અય્યરે વડાપ્રધાન મોડી પર વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે લોકસભાની ચુંટણી દરમ્યાન મોદીને ચાયવાળા કહ્યા હતા.