ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના પાલનપુરના એક ગામમાં બ્લુ વ્હેલ ગેઇમનો શિકાર બનીને એક યુવકે આત્મહત્યા કર્યા બાદ રાજ્ય સરકારે આ ખતરનાક ગેઇમ પર પ્રતિબંધ મુક્યો છે. રાજ્યના સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે બ્લુ વ્હેલ ગેઇમ પર પ્રતિબંધ મુકવા માટે વહિવટીતંત્રને સુચનાઓ અપાઇ છે. એક કાર્યક્રમ દરમિયાન સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે બ્લુ વ્હેલ ગેઇમ બંધ કરવા માટે સરકાર તમામ પ્રયત્નો કરશે. રાજ્યમાં યુવાધનને બરબાદ થતું અટકાવવા માટે બ્લુ વ્હેલ જેવી ગેઇમ પર રોક લગાવવી જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાલનપુરમાં બ્લુ વ્હેલ રમી રહેલાં એક યુવકે અમદાવાદમાં સાબરમતી નદીમાં પડીને આપઘાત કર્યો હતો.