Gujarat News : લોકસભાની ચૂંટણી પહેલા આઈપીએસ અધિકારીઓની બદલીની શક્યતા પ્રબળ બની છે. પેરિસથી પરત આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બદલીઓ અંગેની ફાઈલો જાતે ચકાસીને ચૂંટણી પંચને મોતલી આપી છે.
ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું હોમ સ્ટેટ ગણાય છે. જેને પગલે વિપક્ષો ગુજરાતમાં થતી તમામ ગતિવિધીઓ પર બાજ નજર રાખી રહ્યા છે. આપીએસ અધિકારીઓની બદલીમાં કોઈ કસર બાકી ન રહે તેની સંપૂર્ણ કાળજી રાખવાની સુચનાઓ હોવાની ચર્ચાએ પણ જોર પકડંયું છે.
બીજીતરફ ચૂંટણી પંચ ત્વરિત પગલા લેતું હોવાથી અનિશ્ચિત પરિસ્થિતીથી પરેશાન આઈપીએસ અધિકારીઓને ચૂંકમાં સારા સમાચાર મળે તેવી આશા ફરી એકવાર જાગૃત થઈ છે.
લોકસભાની ચૂંટણી અને આદર્શ આચારસંહિતાના પાલન સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા ગાંદીનગરને વિવિધ સરકારી વિભાગ સાથે પોલીસના જીપીએસ અને આઈપીએસ અધિકારીઓની બદલીની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જે અધિકારીને એક સ્થાને ત્રણ વર્ષ પુરા થયા હોય, વતનના સ્થળે હોય અને જે જગ્યાઓ ચાર્જમાં ચાલતી હોય તેને ભરીને સર્ટિફિકેટ મોકલવાની સમય અવધિ પૂરી થયા બાદ વારંવાર યાદી આપવામાં આવી હતી. તેમછતા ચૂંટણી જાહેર થયા બાદ અને આચારસંહિતા સુધી કોઈ કાર્યવાહી ન થતા ચૂંટણી પંચે તાત્કાલિક ડીજી દ્વારા કાર્યવાહી કરી હતી. હવે બદલીઓ અંગે ચૂંટણી પંચ સમક્ષ ચાલતી પ્રક્રિયા અંગે વિશેષ પુર્તતા માટે ફાઈલો ગૃહ મંત્રાલયને પરત મોકલવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. આઈપીએસ વર્તુળો અને ખાસ કરીને સચિવાલયમાં આ ટોપિક હોટ ટોપિક બની ગયો છે.
દરમિયાન સચિવાલયના સુત્રોના નિર્દેશ મુજબ કેન્ર્દિય ચૂંટણી પંચ દ્વારા વિશેષ માહિતી માટે આવેલી ફાઈલ અંગે ગઈ કાલે પેરિસથી પરત આવેલા હર્ષ સંઘવીએ ફાઈલમાં ભૂલ ન રહે તે માટે જાતે ચકાસણી કરી હતી.
ઉપરાંત આઉટ ઓફ સ્ટેટ મુખ્સમંત્રીના ચીફ સેક્રેટરી અને કેન્દ્રના વિશ્વાસુ ગણાતા કેલાસનાથન પણ પરત આવી ગયા હોવાથી તેમનું પણ માર્ગદર્શન મળ્યું હતું. મોટાભાગે કેન્દ્રીય ચૂંટણી પંચ આવી મહત્વની ફાઈલ નિકાલ કરવામાં કોઈ વિલંબ કરતું નથી.
ઉલ્લેખનીય છે કે સેક્ટર-1 સહિત સુરત સીપી, સુરત રેન્જ આઈજી, સુરત ક્રાઈમ બ્રાંચ એડી.સીપી, ડીસીપી, અમદાવાદ એસીબી વડા અને મહત્વના જીલ્લા ચાર્જમાં ચાલી રહ્યા છે.
સેન્ટ્રલ ઈલેક્શન બોર્ડ દ્વારા પશ્ચિમ બંગાળ સહિત દેશના વિવિધ રાજ્યોમાં જે આદેશ આપીને કાર્યવાહી કરાવી છે. ગુજરાતમાં પણ તાત્કાલિક 10 આઈપીએસ અધિકારીને ચૂંટણી આચારસંહિતા ભંગ ગણીને હટાવી દેવાયા બાદ ગુજરાત વડાપ્રધાનનું હોમ સ્ટેટ હોવાથી વિરોધ પક્ષો તેની પર બાજ નજર રાખી રહ્યું છે. તે સિવાય કોઈ ભૂલચૂક થાય તો મામલો સુપ્રિમ કોર્ટ સુધી લઈ જાય તેવી ભિતી હોવાની ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે
આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે
આ પણ વાંચોઃ પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ
આ પણ વાંચોઃ શેરબજારમાં આજે બજારના આરંભે સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવા વધારા સાથે થઈ શરૂઆત