Not Set/ BWC 2018 : પી વી સિંધુનું ઈતિહાસ રચવાનું સપનું રહ્યું અધૂરું, ફાઈનલમાં મારિન સામે થઇ હાર

નાનજિંગ (ચીન), ચીનમાં રમાઈ રહેલી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ભારતીય સ્ટાર મહિલા ખેલાડી પી વી સિંધુનું ખિતાબ પોતાના નામે કરવાનું સપનું અધૂરું રહ્યું છેઅ ને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે. BWCની ફાઈનલ મેચમાં સ્પેનીશ ખેલાડી કારોલીના મારિને સિંધુને હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. #BadmintonWorldChampionships final: #PVSindhu loses 19-21 10-21 to #CarolinaMarin pic.twitter.com/GGJEMr49xv— ANI (@ANI) […]

Trending Sports
1533447851 9gJz9lYT BWC 2018 : પી વી સિંધુનું ઈતિહાસ રચવાનું સપનું રહ્યું અધૂરું, ફાઈનલમાં મારિન સામે થઇ હાર

નાનજિંગ (ચીન),

ચીનમાં રમાઈ રહેલી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ભારતીય સ્ટાર મહિલા ખેલાડી પી વી સિંધુનું ખિતાબ પોતાના નામે કરવાનું સપનું અધૂરું રહ્યું છેઅ ને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે. BWCની ફાઈનલ મેચમાં સ્પેનીશ ખેલાડી કારોલીના મારિને સિંધુને હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં મારિને ૪૬ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ભારતીય સ્ટાર ખેલાડીને ૨૧-૧૯ અને ૨૧-૧૦ હરાવી હતી. આ પહેલા ઓલમ્પિકની ફાઈનલ મેચમાં પણ આ બંને ખેલાડીઓનો સામનો થયો હતો, જેમાં પણ મારિને બાજી મારી હતી.

મહત્વનું છે કે, અત્યારસુધીમાં કોઈ પણ ભારતીય ખેલાડી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપનું ટાઈટલ પોતાના નામે કરી શક્યા નથી. બીજી બાજુ પી વી સિંધુને સતત બીજી વાર ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે.

આ પહેલા શનિવારે રમાયેલી BWCની સેમિફાઈનલ મેચમાં સિંધુએ જાપાનની અકેની યામાગુચીને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. મહિલા સિંગલ સેમિફાઈનલ મેચમાં વર્લ્ડ રેન્કિંગમાં નંબર ત્રણ ખેલાડી પી વી સિંધુએ ૫૫ મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં યામાગુચીને ૨૧-૧૬, ૨૪-૨૨થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.