Cricket/ લોડ્સનાં મેદાન પર ટીમ ઈન્ડિયાનું ઇતિહાસ રચવાનું સપનુ તૂટ્યું, ગાંગુલીએ કર્યો ખુલાસો

છેલ્લા ઘણા દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ કયા મેદાન પર રમાશે.

Sports
bumrah sanjana 1615012223 7 લોડ્સનાં મેદાન પર ટીમ ઈન્ડિયાનું ઇતિહાસ રચવાનું સપનુ તૂટ્યું, ગાંગુલીએ કર્યો ખુલાસો

છેલ્લા ઘણા દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ કયા મેદાન પર રમાશે. જો કે, પહેલા તેની યજમાની ઈંગ્લેન્ડનાં લોર્ડ્સને આપવામાં આવી હતી, પરંતુ પછી અચાનક આ મહાન મુકાબલાને કોઈ અન્ય જમીન પર ખસેડવાની વાત કરવામાં આવી છે.

Cricket / IPL-14 માં માહીની ટીમ CSK એક અલગ અંદાજમાં મળશે જોવા

આપને જણાવી દઇએ કે, ક્રિકટનું મક્કા કહેવાતુ લોડ્સનાં મેદાન પર ટીમ ઈન્ડિયાનું ઇતિહાસ રચવાનું સપનુ હવે તૂટી ગયુ છે. જણાવી દઇએ કે, જૂન મહિનામાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ આ ઐતિહાસિક મેદાન પર યોજાવાની હતી. પરંતુ જો બીસીસીઆઈનાં પ્રમુખ સૌરવ ગાંગુલીનું માનીએ તો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ સાઉથેમ્પ્ટનમાં રમાશે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, “સાઉથેમ્પ્ટન 18 જૂનથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચનું આયોજન કરશે.”

Cricket / મિતાલી રાજે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ મામલે સનથ જયસૂર્યાથી નિકળી આગળ

આપને જણાવી દઈએ કે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ઈંગ્લેંડને 2-1 થી પરાજિત કર્યા બાદ ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે અને હવે વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાનો સામનો કેન વિલિયમસનની આગેવાનીવાળી ટીમ ન્યૂઝીલેન્ડ સાથે થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ