યક્ષ પ્રશ્ન/ પક્ષના જ જૂના ધારાસભ્યો અને મંત્રીઓ પાસેથી સરકારી બંગલા ખાલી કેમ કરાવવા?

ગુજરાત વિધાનસભા માં હારી ગયેલા અને ટિકિટ થી વંચિત રહેલા કેટલાક પૂર્વ ધરસભ્યોને હજુ પણ સરકારી ક્વાટર છોડવાનો મોહ છૂટતો નથી જેના કારણે નવા નિમાયેલા ધારાસભ્યોને મળવાપાત્ર મકાન ફાળવણીમાં અડચણ આવે છે.

Gandhinagar Top Stories Gujarat
ધારાસભ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં હારી ગયેલા પૂર્વ ધારાસભ્યો ને હજુ પણ સરકારી ક્વાટર ખાલી કરવાનું મન થતું નથી એટલુજ નહી નવાઈની વાત એ છે કે સરકારમાં મંત્રી બની બનેલા રાજ્ય કક્ષાના મંત્રીને પણ બંગ્લો ફ્લાવાઈ ચૂક્યો હોવા છતાંય સદસ્ય નિવાસનું મકાન ખાલી નથી કર્યું જેના કારણે હવે સરકારે જે ધારાસભ્યો એ સરકારી આવાસ ખાલી નથી કરતા તેવા 17 ધરાભ્યોને સત્વરે મકાન ખાલી કરી દેવાની નોટિસ ફટકારી છે.

ગુજરાત વિધાનસભામાં હારી ગયેલા અને ટિકિટથી વંચિત રહેલા કેટલાક પૂર્વ ધરસભ્યો ને હજુ પણ સરકારી ક્વાટર છોડવાનો મોહ છૂટતો નથી જેના કારણે નવા નિમાયેલા ધારાસભ્યોને મળવાપાત્ર મકાન ફાળવણીમાં અડચણ આવે છે. ઉલ્લેખનિય છે કે આગાઉની સરકારના કેબિનેટ અને રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રીઓ એ સરકારી બંગલો ખાલી કર્યો નહતો જેના કારણે નવી સરકારના નવા મંત્રીઓને કાર્યાલય મળી ગયા હતા પણ બંગ્લો મેળવવામાં રાહ જોવી પડી છે. આજે સરકારી સદસ્ય નિવાસ માં હજુ પણ 17 ધરાભ્યોએ ક્વાટર ખાલી કર્યા નથી.

ગુજરાતમાં ધારાસભ્યો ના નિવાસસ્થાન ખાતે ઘણા લાંબા સમયથી મકાન ઉપર 17 ધારાસભ્યોનો અડિંગો જામેલો છે જેને દૂર કરવા સરકારે હવે નોટિસો આપીને કાર્યવાહી શરૂ કરી છે પરંતુ પૂર્વ ધારાસભ્યો કેટલી ઝડપથી મકાન ખાલી કરશે તે જોવું રહ્યું કારણ કે આવી રહેલા બજેટ સત્ર પહેલા આ કામગીરી સંપન્ન થશે નહીં તો નવ નિયુક્ત ધારાસભ્યોને અન્ય જગ્યાએ રહેવા માટેના મકાન શોધવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે છે કે સરકાર તરફથી મળવાપાત્ર એમએલએક માટેનું માસિક ભાડું માત્ર 37 રૂપિયા નક્કી કરવામાં આવેલું છે જે વર્ષોથી ચાલી આવી છે ધારાસભ્ય બન્યા પછી 37 રૂપિયામાં 2 BHK નું ફર્નિચર સાથેનું મકાન દરેક ધારાસભ્યને મળે છે રાજકીય નગરીમાં આટલા સસ્તા ભાડામાં આવડું મોટું મકાન મળે ત્યારે સ્વાભાવિક છે કે ધારાસભ્યને આ મકાન ખાલી કરવાનો મોહ ન છૂટે જોકે નવા ધારાસભ્યો માટે નિયમ મુજબ હવે નોટીશો બાદ ફટાફટ ખાલી કરવાની કામગીરી શરૂ થશે તેમ મનાઈ રહ્યું છે.

ગાંધીનગરના સદસ્ય નિવાસ ખાતે મંતવ્યની ટીમે મુલાકાત કરતા સરકારના કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડને મળેલું 4/2 ના ક્વાટર હજુ પણ ખાલી કરી નહીં હોવાનું સામે આવ્યું હતું જોકે તેમને ફરવાયેલા ક્વાર્ટર બહાર તેમના નામની નેમ પ્લેટ કેમેરા સામે આવી ગઈ હતી પરંતુ નવાઈની વાત એ છે કે બચુભાઈ ખાબડ જેવો રાજ્યકક્ષાના મંત્રી છે અને તેમને સરકારી બંગલો પણ પ્રાપ્ત થયો છે ત્યારે ધારાસભ્ય તરીકે મળવાપાત્ર સરકારી ક્વાર્ટર હજુ કેમ ખાલી કર્યું નથી તે યક્ષ પ્રશ્ન છે.

17 પૂર્વ ધારાસભ્યો કે જેમણે હજુ સુધી ધારાસભ્ય નિવાસ સ્થાન ખાલી નથી કર્યા

 1. બાબુ વાજા, માંગરોળ
 2. સુમન ચૌહાણ, કાલોલ
 3. સંતોકબેન આરેથીયા, રાપર
 4. સુરેશ પટેલ, માણસા
 5. બચું ભાઈ ખાબડ
 6. વિક્રમ માંડમ, ખંભાળીયા
 7. જગદીશ પટેલ, અમરાઇવાડી
 8. જ્ઞાસુદીન શેખ દરિયાપુર
 9. કૌશિક પટેલ,નારાયનપુરા
 10. ચંદનજી ઠાકોર, સિદ્ધપુર
 11. રાઘવજી મકવાણા, મહુવા
 12. કાળુભાઇ ડાભી, કપડવંજ
 13. કાંતિભાઈ સોઢા,આણંદ
 14. અજીતસિંહ ચૌહાણ, બાલાસીનોર
 15. અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા
 16. હર્ષદ રિબડીયા, વિસાવદર
 17. પરસોતમ સોલંકી, ભાવનગર ગ્રામ્ય

આ પણ વાંચો:આઝાદી બાદ પ્રથમવાર મૂડીગત સંશાધનો પર એક વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે: સુશિલકુમાર મોદી

આ પણ વાંચો:મહિલા શક્તિનું જીવંત ઉદાહરણ બન્યા પ્રતિમાબેન જાની

આ પણ વાંચો:વડોદરામાં રોમિયોની કરાઇ ધોલાઇ, અલ્તાફ નામના યુવકને પકડી લોકોએ ફટકાર્યો