Not Set/ શેરબજારમાં મચ્યો કોહરામ, સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટના કડાકા સાથે જ રોકાણકારોના ૩ લાખ કરોડ રૂ. થયા સ્વાહા

મુંબઈ, અમેરિકી શેરબજારમાં બુધવારે જોવા મળેલા મોટા કડાકાની અસર દુનિયાના અન્ય દેશોના બજારોમાં પણ પડી રહી છે, ત્યારે ગુરુવાર સવારે માર્કેટ ખુલતાની સાથે જ ભારતના શેર માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ગુરુવારે BSE ઇન્ડેક્સ પર સેન્સેક્સમાં અંદાજે ૧૦૦૦ પોઈન્ટનો મોટો કડાકો જોવા મળ્યો હતો, જયારે નિફ્ટીમાં પણ ૧૦,૧૫૦ પોઈન્ટની નીચે જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ […]

Top Stories Trending Business
sensex 1517921935 1 2 1 શેરબજારમાં મચ્યો કોહરામ, સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટના કડાકા સાથે જ રોકાણકારોના ૩ લાખ કરોડ રૂ. થયા સ્વાહા

મુંબઈ,

અમેરિકી શેરબજારમાં બુધવારે જોવા મળેલા મોટા કડાકાની અસર દુનિયાના અન્ય દેશોના બજારોમાં પણ પડી રહી છે, ત્યારે ગુરુવાર સવારે માર્કેટ ખુલતાની સાથે જ ભારતના શેર માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

ગુરુવારે BSE ઇન્ડેક્સ પર સેન્સેક્સમાં અંદાજે ૧૦૦૦ પોઈન્ટનો મોટો કડાકો જોવા મળ્યો હતો, જયારે નિફ્ટીમાં પણ ૧૦,૧૫૦ પોઈન્ટની નીચે જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૨.૫ ટકાથી વધુ ઘટાડા સાથે માર્કેટ જોવા મળી રહ્યું છે.

Sensex BSE 2017 1 1 1 1 1 1 2 શેરબજારમાં મચ્યો કોહરામ, સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટના કડાકા સાથે જ રોકાણકારોના ૩ લાખ કરોડ રૂ. થયા સ્વાહા
business-stock-market-crash-sensex-nifty-investors-lose-rs-3-lakh-crore-wealth

મિડકેપ અને સ્મોલકેપના શેરોમાં પણ ગુરુવારે માર્કેટ ખુલતાની સાથે જ ઘટાડો જોવા મળ્યો હતો. BSEના મિડકેપ ઇન્ડેક્સમાં ૩.૩ ટકા જયારે નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સમાં ૩.૩ ટકા સુધી ઘટ્યો હતો. આ ઉપરાંત BSEનો સ્મોલકેપ અંદાજે ૩ ટકા સુધી ઘટ્યો હતો.

હાલમાં જોવામાં આવે તો, BSE ઇન્ડેક્સ પ્રમુખ સૂચકાંક સેન્સેક્સ ૯૫૭ પોઈન્ટ એટલે કે ૨.૭૫ ટકાના ઘટાડા સાથે ૩૩,૮૦૪ના સ્તર પર જયારે નિફ્ટીમાં ૩૦૨ પોઈન્ટના કડાકા સાથે ૧૦,૧૫૮ના સ્તર પર પહોચ્યો છે.

રોકાણકારોના ૩ લાખ કરોડ રૂપિયા થયા સ્વાહા

1501091880 3786 1 શેરબજારમાં મચ્યો કોહરામ, સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટના કડાકા સાથે જ રોકાણકારોના ૩ લાખ કરોડ રૂ. થયા સ્વાહા
business-stock-market-crash-sensex-nifty-investors-lose-rs-3-lakh-crore-wealth

બીજી બાજુ સેન્સેક્સમાં થયેલા મોટા કડાકાની અસર રોકાણકારો પર પણ જોવા મળી રહી છે. બુધવારે શેર માર્કેટ બંધ થવાની સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓના શેરોની વેલ્યુ કુલ ૧,૩૮,૩૯,૭૫૦.૪૦ કરોડ રૂપિયા હતી. પરંતુ ગુરુવાર સવાર સેન્સેક્સમાં થયેલા મોટા કડાકાની માત્ર ૫ મિનિટમાં જ ૩.૪૨ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા હતા.

આ કંપનીઓના શેરમાં થયો ઘટાડો

આ દરમિયાન સેન્સેક્સમાં એક્સિસ બેંકના શેરમાં ૪.૯૧ %, વેદાંતા ગ્રુપના શેરમાં ૪.૧૫ %, SBI ૪.૦૫%, તાતા સ્ટીલ ૩.૬૩ %, ભારતી એરટેલ ૩.૩૭ %, મારુતિ ૩.૧૮ %, ICICI ૩.૧૫ % અને રિલાયન્સ ૩.૧૩ % સુધી તૂટ્યા છે, જયારે નિફ્ટી પર ઇન્ડિયાબુલ્સ હાઉસિંગના શેર ૭.૪૯ %, બજાજ ફાઇનાન્સ ૬.૮૨ %, એક્સિસ બેંક ૪.૯૦ % અને આઈશર મોટર્સ ૪.૮૦ % સુધી ઘટ્યા છે.