@ અરૂણ શાહ ,મંતવ્યન્યૂઝ , અમદાવાદ
આજે 1 જાન્યુઆરી-2021 ને નૂતનવર્ષનું સુવર્ણપ્રભાત, હર્ષભેર છતાં સાદગીપૂર્ણ રીતે 1 જાન્યુઆરી 2021 થી નૂતનવર્ષનો પ્રારંભ થયો છે. દરમિયાન નૂતનવર્ષના પ્રારંભ થી જ ગુજરાત સરકાર સામે અનેકવિધ પડકાર છે. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વની સરકાર અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાતના પડકારનો સામનો કરવા સજ્જ બન્યા છે.
આવા છે અનેક પડકાર
- પ્રથમ મુખ્ય પડકાર કોરોના હજી યથાવત એ પણ નવા સ્ટ્રેન સાથે
- કોરોનાને રોકવા ટ્રાયલરનનો થયો પ્રારંભ
- કોરોનાગ્રહણના કારણે શાળા-કોલેજ બંધ
- શાળા-કોલેજ બંધના કારણે પરીક્ષા સામે પ્રશ્નાર્થ
- શાળા-કોલેજની પરીક્ષા માટે માસ-પ્રમોશનની વિચારણા
- ગુજરાતમાં કિસાન આંદોલન પણ રાજકીય રંગમાં
- કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાતમાં આંદોલનના મૂડમાં
- ગુજરાત કોંગ્રેસ દ્વારા કિસાન આંદોલનને સમર્થન
- કિસાન આંદોલન સામે કિસાન સંમેલનની રણનીતિ
- રાજકીય દ્રષ્ટિએ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી પણ પડકાર
- ભાજપ સરકાર અને સંગઠન પડકારને પહોંચી વળવા સજ્જ
ગુજરાતમાં નૂતનવર્ષ-2021નો અનેરો ઉત્સાહ છે. જો કે રાજ્યમાં 31-ડિસેમ્બરની સ્થિતિએ કોરોનાગ્રહણના કેસનો કુલ આંક 2.45 લાખને આંબી ગયો છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારના શિરે કોરોના રોકવાનો પડકાર રહેલો છે. તો દેશવ્યાપી કિસાન આંદોલનને ગુજરાતમાં કિસાન કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત કોંગ્રેસ આંદોલનને સમર્થન આપી રહ્યું છે ત્યારે ભાજપ માટે કિસાન આંદોલન પણ પડકાર સાબિત થયો છે. કોરોનાગ્રહણના કારણે માર્ચ મહિનાથી શરૂ કરી આજે ડિસેમ્બર પૂર્ણ થયા પછી પણ શૈક્ષણિક સંસ્થા શરૂ થઇ શકી નથી. જો કે ઓનલાઇન શિક્ષણ આગળ વધી રહ્યું છે.પરંતુ શિક્ષણકાર્ય ઠપ્પ રહેતાં પરીક્ષા યોજવા સામ પ્રસ્નાર્થ સર્જાયો છે. આ સંજોગોમાં ધોરણ-10 અને 12ની બોર્ડ આયોજીત પરીક્ષા 21-મે-એ યોજવાનો નિર્ણય સરકારે કર્યો છે. પરંતુ અન્ય ધોરણમાં પરીક્ષાના આયોજન અંગે અસમંજસની સ્થિતિ પણ પડકાર છે. તો રાજકીય દ્રષ્ટિએ જોઇએ તો સૌથી મહત્વનો પડકાર કહી શકાય એ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી ભાજપ સરકાર અને સંગઠન માટે પડકારરૂપ છે. જો કે આ તમામ પડકારનો સામનો કરવા ભાજપ સરકાર અને સંગઠને એકજૂથ રમનીતિ ઘડી કાઢી છે.
પડકારને પહોંચી વળવા સરકાર-સંગઠન સજ્જ
— કોરોનાને રોકવા રસીકરણના ટ્રાયલનો થયો છે પ્રારંભ
— કિસાન આંદોલન સામે કિસાન સંમેલનની રણનીતિ
— બોર્ડ સિવાયની પરીક્ષા માટે માસપ્રમોશન આપવા વિચારણા
—સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે પેજપ્રમુખ અભિયાન
કોરોના રસીકરણનો પ્રથમ ટ્રાયલરન પૂર્ણ થયો છે. હવે બીજા તબક્કાનો ટ્રાયલ રન શરૂ થશે. હાલ કોરોનાના કેસની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. વાત કરીએ કિસાન આંદોલનની.તો ભાજપે કિસાન આંદોલન સામે ગુજરાતમાં કિસાન સંમેલન યોજીને કિસાન હિતમાં લોકસભામાં પસાર કરાયેલાં કાયદાની સમજ આપવામાં આવી રહી છે જેને વ્યાપક આવકાર મળ્યો છે. શિક્ષણક્ષેત્રે પરીક્ષાના પડકારને પહોંચી વળવા વર્ષ-2021 માટે ધોરણ-1 થી 9 અને 11 માં પરીક્ષાની સરળ પદ્ધતિ અથવા માસપ્રમોશન આપવાની દિશામાં સરકારે સક્રિય વિચારણા હાથ ધરી છે. જો કે આ અંગે હજી કોઇ નિર્ણય લેવાયો નથી.
સ્થાનિક સ્વરાજ્યસંસ્થાની ચૂંટણી માટે પેજપ્રમુખ એટલે કે એક પેજ ઉપર વોર્ડના દરેક ઘર દીઠ ભાજપના સભ્ય બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. એક પેજ પર સમાવિષ્ટ સભ્યો અને પેજ દીઠ સભ્યો ઉપરાંત પેજપ્રમુખની નિયુક્તિ કરીને ભાજપે દરેક નાગરિકના ઘર-ઘર સુધી પહોંચવાનો અભિગમ અપનાવ્યો છે. ભાજપમાં સરકાર અને સંગઠનની સંગીન સ્થિતિના પગલે તમામ પડકારને પહોંચી વળવા સક્ષમ છે ત્યારે કોંગ્રેસ હવે આ પડકારનો સામનો કરીને ભાજપ સામે કઇ રણનીતિ અપનાવે છે તે જોવાનું રહેશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…