Not Set/ રાજકોટ/ કમોસમી વરસાદે એકવાર ફરી ખેડૂતોને રોતા કર્યા, સરકારને કરી આ માંગ

રાજ્યમાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખરાબ સમયને વધુ ખરાબ કમોસમી વરસાદે બનાવ્યો છે. મંગવાળની રાત્રે રાજકોટમાં પડેલા કમોસમી વરસાદનાં કારણે માર્કેટિંગ યાર્ડમાં રહેલી મગફળીની 22 હજારથી વધુ ગુણી પલડી જતા ખેડૂતો દુઃખી અને આક્રોશમાં દેખાઇ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર સહીત ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને તેની સીધી અસર […]

Top Stories Gujarat Rajkot
Farmer in Trouble રાજકોટ/ કમોસમી વરસાદે એકવાર ફરી ખેડૂતોને રોતા કર્યા, સરકારને કરી આ માંગ

રાજ્યમાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખરાબ સમયને વધુ ખરાબ કમોસમી વરસાદે બનાવ્યો છે. મંગવાળની રાત્રે રાજકોટમાં પડેલા કમોસમી વરસાદનાં કારણે માર્કેટિંગ યાર્ડમાં રહેલી મગફળીની 22 હજારથી વધુ ગુણી પલડી જતા ખેડૂતો દુઃખી અને આક્રોશમાં દેખાઇ રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર સહીત ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને તેની સીધી અસર ખેડૂતો ને આર્થિક રીતે પહોંચી રહી છે. મંતવ્ય સાથે વાત કરતા ખેડૂતોએ અને વેપારી એસોસિએશનનાં પ્રમુખે જણાવ્યું કે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની જાહેરાત કરાઈ હતી તેમ છતાં સરકાર કે માર્કેટિંગ યાર્ડનાં મેનેજમેન્ટ તરફથી કોઈ નક્કર પગલા ભરવામાં નથી આવ્યા, જેની સીધી અસર ખેડૂતો ને પડી છે.

કમોસમી વરસાદનાં લીધે એક તો ખેડૂતોની ખેતીનું નાશ થયું છે તો બીજી બાજુ યાર્ડમાં વેચાણ માટે પડેલી ખેડૂતોની મગફળી પલડી ગઈ છે.  હવે આ મગફળી પલડી જવાના કારણે મગફળીનાં ભાવ પણ નહીં આવે અને તેઓ ને ભારે આર્થિક નુકસાની ભોગવવી પડશે. જયારે ઘણા ખેડૂતે કેન્દ્ર સરકારને શેડ બનાવી આપવાની માંગ ઉચ્ચારી છે. જો માર્કેટિંગ યાર્ડમાં વધુ શેડની સુવિધા હોત તો ખેડૂતોનો માલ પલડતો નહી. આગામી સમયમાં સરકાર ખેડૂતો માટે સારી વ્યવસ્થા નહીં કરે તો તેઓ નો આક્રોશ આગામી સમયમાં જોવા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોને રોતા કરી દીધા છે. ત્યારે જગતનાં તતાત કહેવાતા ખેડૂતોને રોવાનો સમય આવી ગયો છે. જણાવી દઇએ કે, ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડમાં શેડની માંગણી કરવામાં આવી છે જેને લઇને સરાકાર મદદ કરે છે કે નહી તે હવે જોવુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.