Not Set/ અમદાવાદમાં છેતરપિંડીનો અજીબોગરીબ કિસ્સો, શખ્સે ચા નાં વેપારીને લગાવ્યો 70 લાખનો ચુનો

  અમદાવાદનાં માધુપુરામાં છેતરપીંડીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમા વેપારી સાથે છેતરપીંડી કરવા માટે પોતાના સાગરીતને ચા નાં વેપારી સાથે કામ પર લગાવી 70 લાખ ની છેતરપીંડી કર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસે બે આરોપી વિરુધ્ધ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદનાં માધુપુરામાં આવેલા વિનોદ ચેમ્બરમાં અંબિકા એક્સપોર્ટ નામની કંપની […]

Ahmedabad Gujarat
 

અમદાવાદનાં માધુપુરામાં છેતરપીંડીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમા વેપારી સાથે છેતરપીંડી કરવા માટે પોતાના સાગરીતને ચા નાં વેપારી સાથે કામ પર લગાવી 70 લાખ ની છેતરપીંડી કર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસે બે આરોપી વિરુધ્ધ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદનાં માધુપુરામાં આવેલા વિનોદ ચેમ્બરમાં અંબિકા એક્સપોર્ટ નામની કંપની ધરાવી વિનોદ બારોટ ચા નો હોલસેલનો વેપાર કરે છે. વિનોદભાઈને કોરોના સમયમાં 40 ટન ચા નાં માલ ની છેતરપીંડી કરવામા આવી છે, જેની કિંમત લગભગ 70 લાખ આસપાસ થાય છે. રિશીત પટેલ અને દર્શન કોઠારી નામનાં બે વેપારીએ કાવતરુ રચી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી છે. જે અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં વેરાયટી ટી લાઉન્જ ધરાવતા રિશીત પટેલ નામનાં વેપારીને ફરિયાદીએ 35 લાખની ચા ની ડિલિવરી આપી હતી. પરંતુ પેમેન્ટ લે તે પહેલા જ વિનોદભાઈ બારોટને કોરોના પોઝિટિવ આવતા તે પોતે સારવાર માટે ગયા હતા. તે સમયનો લાભ લઈ વિનોદ બારોટની સાથે કામ કરતો દર્શન કોઠારીએ રિસિત પટેલ સાથે મળી અન્ય 35 લાખની ચા નો ઓર્ડર મુંબઈની કંપનીને અપાવ્યો હતો. જે કંપનીમા રિશીત પટેલ ભાગીદાર છે. પરંતુ તેના રૂપિયા પણ ન આવતા છેતરપિંડી થઈ હોવાનુ સામે આવ્યુ જેથી પોલીસે બે ઠગાબાજોની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં 70 લાખની છેતરપિંડીનાં કેસમાં સામે આવ્યુ છે કે રિશીત પટેલ અને દર્શન કોઢારીએ સાથે મળી કાવતરું રચી વેપારી સાથે છેતરપિંડી કરી હતી. જોકે આરોપી ગુનાને અંજામ આપી ફરાર થઈ ગયા છે. જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસને શંકા છે કે આરોપીની પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.