Not Set/ યુવકે ભરનિંદ્રામાં સુતેલી છોકરીને કર્યા અડપલાં, પછી એવું કર્યું કે વાંચીને તમને લાગશે આઘાત

અમદાવાદ, ગઇકાલે દિલ્હીની મેટ્રોમાં હસ્તમૈતથુનનો વિકૃતનો કેસ સામે આવ્યા પછી અમદાવાદમાં પણ આવો જ કેસ સામે આવ્યો છે.અમદાવાદમાં ગર્લ્સ હોસ્ટેલમાં એક યુવકે જાહેરમાં ના કરવું જોઇએ તેવું કામ કર્યું હતું.જોવાની વાત એ હતી કે આ યુવકનું વિકૃતિ સીસીટીવીમાં કેદ થઇ હતી. અમદાવાદના સીજી રોડ પર આવેલ એક ગર્લ્સ પીજીમાં ઘુસીને એક યુવકે હસ્તમૈથુન કર્યું હતું.સીસીટીવીમાં […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

ગઇકાલે દિલ્હીની મેટ્રોમાં હસ્તમૈતથુનનો વિકૃતનો કેસ સામે આવ્યા પછી અમદાવાદમાં પણ આવો જ કેસ સામે આવ્યો છે.અમદાવાદમાં ગર્લ્સ હોસ્ટેલમાં એક યુવકે જાહેરમાં ના કરવું જોઇએ તેવું કામ કર્યું હતું.જોવાની વાત એ હતી કે આ યુવકનું વિકૃતિ સીસીટીવીમાં કેદ થઇ હતી.

અમદાવાદના સીજી રોડ પર આવેલ એક ગર્લ્સ પીજીમાં ઘુસીને એક યુવકે હસ્તમૈથુન કર્યું હતું.સીસીટીવીમાં કેદ થયેલી આ વિકૃત ઘટનામાં. જ સ્પષ્ટ દેખાય છે કે, યુવક ગર્લ્સ પીજીમાં ઘૂસીને કેરટેકરનું શોષણ કરે છે અને તેની સામે જ હસ્તમૈથુન કરે છે અને બાઇક પર બેસી ફરાર થાય છે.

આ ઘટના 14 જુને રાત્રે પોણો વાગ્યે બની હતી.આ વિકૃત યુવકે મોડી રાતે ધાબા પરથી નીચે ઉતરે છે અને ત્રીજા માળે કેરટેકરના રૂમમાં ચુપકીદીથી ઘુસે છે.પીળી ટીશર્ટ અને જીન્સ પહેરેલો આ શખસ ત્રીજા માળ પર પહોંચીને  સોફા પર ઊંઘતી કેરટેકરને વાંધાજનક અડપલા કરવાનું શરૂ કરે છે.

એ પછી તે દરવાજો બંધ કરે છે અને ચોંકાવનારી રીતે તે રૂમમાં જ યુવતીની સામે હસ્તમૈથુન કરવાનું શરૂ કરે છે. દરવાજો બંધ કર્યા પછી હવે કોઈ અંદર આવશે નહીં તે રીતે નિશ્ચિંત થઈને યુવકે છોકરીની સામે ઉભા રહીને હસ્તમૈથુન કરે છે.

આ કૃત્ય કર્યા પછી તે  રૂમની બહાર નીકળી જાય છે અને અન્ય છોકરીઓના રૂમ સુધી પણ પહોંચી જાય છે.જ્યારે યુવકે અન્ય છોકરીઓના રૂમમાં જવાની કોશિશ કરી ત્યારે કેટલીક જાગી રહેલી છોકરીઓએ તેને જોઈને તેની પાછળ દોડી.

અન્ય છોકરીઓએ શખસને જોઈ લીધા પછી તેનો પીછો કર્યો તો તે ત્યાંથી નાસી ગયો અને નીચે ઉતરીને બાઈક લઈને ફરાર થઈ ગયો હતો.

મહિલાની છેડતી અને તેની સામે જ હસ્તમૈથુનની ઘટના બાદ પીજીમાં રહેતી યુવતીઓમાં ભારે ડર વ્યાપી ગયો છે.