Political/ ઉત્તર ગુજરાતમાં ભાજપનો નવો ચહેરોઃ મહેન્દ્ર પટેલ

પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે તેમની નવી ટીમ જાહેર કરી તેમાં કેટલાક નામ ચોંકાવનારા રહ્યા જેમાં એક નામ રહ્યુ મહેન્દ્ર પટેલનું.

Top Stories Gujarat
chhotu vasava 5 ઉત્તર ગુજરાતમાં ભાજપનો નવો ચહેરોઃ મહેન્દ્ર પટેલ

@સોનલ અનડકટ, ગાંધીનગર

પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે તેમની નવી ટીમ જાહેર કરી તેમાં કેટલાક નામ ચોંકાવનારા રહ્યા જેમાં એક નામ રહ્યુ મહેન્દ્ર પટેલનું. મહેન્દ્ર પટેલનુ નામ ઘણાં સમયથી ધારાસભા ચૂંટણી માટે ગુંજતુ હતુ પણ હવે તેમની નિમણુક સંગઠનમાં કરવામાં આવી છે. મહેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના નવા ચહેરા તરીકે ઊભરી રહ્યા છે અને વર્ષ 2022માં ઉત્તર ગુજરાતની બેઠક પરથી લડવાની શક્યતા નકારી શકાતી નથી.

કચ્છ અને સુરત કલેક્ટર સહિત રાજ્યમાં વિવિધ જગ્યાએ ફરજ બજાવી ચુકેલા મહેન્દ્ર પટેલ ઉર્ફે એમ.એસ. 2003ની બેચના આઈએએસ હતા. મહેસાણાના ઊંઝાના વતની એવા એમ.એસ. કડવા પાટીદારોના આસ્થા સમાન ઊંઝા ઉમિયાધામના ટ્રસ્ટી પણ છે. છેલ્લે કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી તરીકે મહેન્દ્ર પટેલ સેવા આપતા હતા અને ગત વર્ષમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. સુરત મેટ્રો પ્રોજેક્ટની જવાબદારી સંભાળી રહેલા મહેન્દ્ર પટેલની અચાનક જ સંગઠનમાં પસંદગી કરીને ભાજપના કેન્દ્રીય મોવડી મંડળે સૌને ચોંકાવી દીધા છે. સુરત કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુકેલા મહેન્દ્ર પટેલ સી. આર. પાટીલની નજીક હોવાનું મનાય છે અને હવે તેમને જાેગાનુજાેગ પાટીલની નવી ટીમમાં પણ સ્થાન મળ્યુ છે. હવે તેઓ સુરત મેટ્રો પ્રોજેક્ટમાંથી મુક્ત થયા બાદ ભાજપના પદાધીકારી તરીકે સેવા આપશે.

વડાપ્રધાન મોદીની નજીક ગણાતા મહેન્દ્ર પટેલનુ નામ અગાઉ પણ ઊંઝા સહિતની બેઠકો પર ચાલી રહ્યુ હતુ પણ કોઈ કારણોસર તેમને ટિકીટ મળી નહતી. પણ હવે સંગઠનમાં નિમણુક થવાથી તેઓ ઉત્તર ગુજરાતના કડવા પાટીદારોમાં નવા ચહેરા તરીકે ઊભરી આવ્યા છે. એક બાજુ નિતિન પટેલ ઉત્તર ગુજરાતના છે ત્યારે વધુ એક શક્તિશાળી કડવા પાટીદાર અગ્રણી તરીકે મહેન્દ્ર પટેલનું આગમન થતા ઉત્તર ગુજરાતમાં ભાજપનું સંગઠન વધુ મજબુત બન્યુ હોવાનું મનાય છે. જાેકે હવે ભાજપ મહેન્દ્ર પટેલની સેવા માત્ર સંગઠન પુરતી જ લે છે કે પછી ધારાસભા અને રાજ્યસભાની ચૂંટણી પણ લડાવે છે તે જાેવાનું રહ્યુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…