Not Set/ IIM માં નોંધાયા વધુ આટલા પોઝિટિવ કેસ, માસ્ક વગરના લોકોને કરાશે 1 હજારનો દંડ

અમદાવાદમાં ક્રિકેટ મેચના કારણે આઇઆઇએમમાં કોરોનાને ઘુસવાની તક મળી ગઇ હતી. આઇઆઇએમના વિદ્યાર્થીઓ કે જેઓ ક્રિકેટ મેચ જોવા ગયા હતા

Ahmedabad Gujarat
A 5 IIM માં નોંધાયા વધુ આટલા પોઝિટિવ કેસ, માસ્ક વગરના લોકોને કરાશે 1 હજારનો દંડ

અમદાવાદમાં ક્રિકેટ મેચના કારણે આઇઆઇએમમાં કોરોનાને ઘુસવાની તક મળી ગઇ હતી. આઇઆઇએમના વિદ્યાર્થીઓ કે જેઓ ક્રિકેટ મેચ જોવા ગયા હતા અને સંક્રમીત થઇને આવ્યા હતા. તેઓએ કેમ્પસમાં અનેકને સંક્રમીત કર્યા છે. IIMમાં 223 વધુ લોકો કોરોના પોઝિટિવ થઈ ચુક્યા છે. આપને જણાવી દઈએ કે, માસ્ક વગરના લોકોને 1 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.

IIM ઇન્સ્ટિટયૂટ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ 30-31 માર્ચે IIMમાં 292 લોકોના RTPCR અને રેપીડ ટેસ્ટ કર્યા હતા જેમાં કુલ 32 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાં 12 વિદ્યાર્થીઓ, 1 પ્રોફેસર અને 11 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, 7 કોમ્યુનિટી મેમ્બર સહિતના લોકો પોઝિટિવ આવ્યા છે. IIMમાં કુલ 84 એક્ટિવ કેસ છે જેમાં સૌથી વધુ 51 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત છે.

આ પણ વાચો :કતારગામમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, વિડીયો બનાવી પડાવ્યા રૂ. 1.26 કરોડ

ઇન્સ્ટિટ્યૂટના ડેશ બોર્ડની વિગતો અનુસાર , કોરોનાના કેસો વધતાં ગત 1 સપ્ટેમ્બર 2020થી IIM દ્વારા કોરોનાના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા. આઈઆઈએમ કેમ્પસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કેમ્પ અલગ અલગ દિવસો દરમિયાન હાથ ધરાયા હતા, જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કોન્ટ્રેક્ટ પર કામ કરતા કર્મચારીઓ અને કમ્યુનિટી મેમ્બર્સ ઉપરાંત જેમને કોરોનાનાં લક્ષણો જણાયાં હતાં તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આ પણ વાચો : મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત જીવરાજ બ્રિજ વાહન વ્યવહાર માટે રખાશે બંધ

1 સપ્ટેમ્બર 2020થી 27 માર્ચ 2021 દરમિયાન IIM-એમાં કુલ 190 જેટલા કોરોના પોઝિટિવ લોકો સામે આવ્યા છે, જેમાંથી 85 વિદ્યાર્થીઓ, ચાર પ્રોફેસર, 14 ઓન કેમ્પસ અને 27 ઓફ કેમ્પસ સ્ટાફ, 19 કોન્ટ્રાક્ટ સ્ટાફ અને 41 કોમ્યુનિટી અને અન્ય સ્ટાફ પણ કોરોના પોઝિટિવ થયો હતો.