Not Set/ નિત્યાનંદ આશ્રમ વિવાદઃ નિત્યાનંદિતા સોનૌલી બોર્ડર થઇ નેપાળ પહોચી હોવાના મહત્વના પુરાવા મળી આવ્યાં

અમદાવાદ નિત્યાનંદ આશ્રમની વિવાદિત ગુમ્દુડા યુવતી નિત્યાનંદિતા ઉત્તર પ્રદેશના સોનૌલી બોર્ડર થઈને નેપાળ પહોચી છે અને તે અંગે કેટલાક પુરાવા પણ હાથ લાગ્યા છે. નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ દ્વારા  ઇમિગ્રેશન વિભાગ પાસેથી મેળવેલ માહિતીમાં નિત્યાનંદિતા સોનૌલી બોર્ડર થઇ નેપાળ પહોચી હોવાનું જાણવા મળ્યું છે. નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે […]

Ahmedabad Gujarat
lopa nitya નિત્યાનંદ આશ્રમ વિવાદઃ નિત્યાનંદિતા સોનૌલી બોર્ડર થઇ નેપાળ પહોચી હોવાના મહત્વના પુરાવા મળી આવ્યાં

અમદાવાદ નિત્યાનંદ આશ્રમની વિવાદિત ગુમ્દુડા યુવતી નિત્યાનંદિતા ઉત્તર પ્રદેશના સોનૌલી બોર્ડર થઈને નેપાળ પહોચી છે અને તે અંગે કેટલાક પુરાવા પણ હાથ લાગ્યા છે.

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ દ્વારા  ઇમિગ્રેશન વિભાગ પાસેથી મેળવેલ માહિતીમાં નિત્યાનંદિતા સોનૌલી બોર્ડર થઇ નેપાળ પહોચી હોવાનું જાણવા મળ્યું છે.

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે જનાર્દન શર્માની લાપતા દીકરીઓ નિત્યાનંદિતા અને તેની બહેન લોપામુદ્રા દ્વારા પ્રોક્ષી નેટવર્ક દ્વારા એક પછી એક વીડિયો વાયરલ કરી જાત જાત ની શરતો અને આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ નિત્યાનંદિતાનું લોકેશન મેળવવામાં ટલ્લે ચઢેલ પોલીસને હાથે આજે વધુ એક હકીકત લાગી છે.

નિત્યાનંદિતાએ વિદેશ ગઇ છે કે કેમ તેની હકીકત જાણવા માટે પોલીસએ ઇમીગ્રેશન વિભાગ  પાસે માહીતી માંગી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે 5મી નવેમ્બરએ નિત્યાનંદિતા બાય રોડ સોનૌલી બોર્ડરથી નેપાળ પહોચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.