ગુજરાતનાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા કપરાડા તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત રાજ્યનાં અલગ-અલગ જિલ્લાઓમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. ઘણા સમયથી રાહ જોઇ રહેલા લોકો માટે વરસાદનું ફરી આગમન સારા સમાચાર છે પરંતુ આ જ વરસાદનાં કારણે રાજ્યનાં અલગ-અલગ જિલ્લાઓમાં રોડ અને રસ્તાની જે હાલત થઇ છે તેણે તંત્ર પર મોટા સવાલો ઉભા કરી દીધા છે.
- ગુજરાતમાં ભારે વરસાદથી રસ્તા થયા બંધ
- 62 રસ્તા થયા બંઘ
- રાજ્ય હસ્તકના 2 રસ્તા બંધ
- જૂનાગઢ અને રાજકોટના રસ્તા થયા બંધ
- વલસાડ અને રાજકોટના અન્ય 2 રસ્તા બંધ
- પંચાયત હસ્તકના 58 રસ્તા બંધ
- રસ્તા બંધ થતા વાહનવ્યવહાર સ્થગિત
આપને જણાવી દઇએ કે, ગુજરાત રાજ્યમાં ભારે વરસાદનાં કારણે રોડ-રસ્તાની હાલત ખરાબ થઇ ગઇ છે. અંદાજે 62 જેટલા રસ્તાઓ બંધ થઇ ગયા છે, વળી રાજ્ય હસ્તકનાં 2 રસ્તાઓ બંધ થઇ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ અને રાજકોટ, વલસાડ અને રાજકોટનાં રસ્તાઓ આ વરસાદનાં કારણે બંધ થઇ ગયા છેે. વળી પંચાયત હસ્તકનાં 58 રસ્તાઓ બંધ થયા છે. આ રસ્તાઓ બંધ થતા વાહનવ્યવહાર સ્થગિત થઇ ગયો છે.
- અમદાવાદમાં વરસાદના કારણે અનેક રસ્તા ધોવાયા
- શહેરના અનેક વિસ્તારમાં રોડ- રસ્તાની બિસ્માર હાલત
- નવા બનેલા રોડ પણ સામાન્ય વરસાદમાં તૂટી ગયા
- કોર્પોરેશનના મોન્સૂન પ્લાનની પોલ ખુલી
- રોડ રસ્તા ધોવાતા શહેરના વાહનચાલકો પરેશાન
અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યા બાદ રસ્તાઓનું ધોવાણ થઇ ગયુ છે. શહેરનાં અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાઓની બિસ્માર હાલતથી લોકો હેરાન થઇ રહ્યા છેે. શહેરમાં નવા બનેલા રોડ પણ સામાન્ય વરસાદનાં કારણે તૂટી ગયા છે. તૂટી ગયેલા રોડે કોર્પોરેેશનનાં મોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે.
- દહેગામ થી ગાંધીનગર જવાનો રસ્તો બિસ્માર
- રસ્તાઓ પર ઠેર ઠેર જોવા મળ્યા ખાડા
- લોકોને પડી રહી છે હાલાકી
- નહેરૂચોકડીથી નરોડા રોડ જવાના રસ્તા પર ખાડા
- ગાંધીનગર- રખિયાલ રોડ પર ઠેર ઠેર ખાડાઓ
દહેગામથી ગાંધીનગર જવાનો રસ્તો પણ વરસાદની ભેટ ચઢી ગયો છે. અહી પણ રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પર ખાડા પડી ગયા હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહી નહેરુ ચોકડીથી નરોડા રોડ જવાનના રસ્તા પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર-રખિયાલ રોડ પર પણ ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે.
- સુરતમાં સેન્ટ્રલ ઝોનમાં રસ્તાની હાલત બિસ્માર
- ચોમાસા દરમિયાન રસ્તો તુટી જતા લોકો પરેશાન
- પાલિકા દ્વારા રસ્તા રિપેરની કામગીરીમાં ઉદાસીન વલણ
- સુરતના મેયરે રસ્તા રીપેર કરવા કર્યો આદેશ
- સેન્ટ્રલ ઝોનમાં 15 દિવસમાં રસ્તા રિપેર કરવા મેયરનો આદેશ
ડાયમંડ સિટી કહેવાતા સુરતમાં પણ વરસાદનાં કારણે રસ્તાઓની હાલત બિસ્માર થઇ ગઇ છે. પાલિકા દ્વારા રસ્તા રિપેરની કામગીરીમાં પણ ઉદાસિનતા જોવા મળી રહી હોવાનુ સામે આવી રહ્યુ છે. સુરતનાં મેયરે ખરાબ થઇ ગયેલા રસ્તા રિપેર કરવા માટે આદેશ આપ્યો છે. સેન્ટ્રલ ઝોનમાં 15 દિવસમાં રસ્તા રિપેર કરવા માટે મેયરે આદેશ આપ્યો છે. આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં સામાન્ય વરસાદે કોર્પોરેશનની પ્રિ મોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે. જો કે હવે રાજ્ય સરકારે નવતર પહેલ કરતા માર્ગમાં ખાંડા હોય તો Whatsapp થી જાણ કરવાનો પ્રયોગ શરૂ કર્યો છેે. ત્યારે હવે જોવાનુ રહેશે કે આ પ્રયોગથી જનતાને કેટલો લાભ થાય છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…