Not Set/ ગોંડલ: કપડાના શો રૂમમાંથી 40 લાખની રોકડ લઈ ચોર ફરાર

ગોંડલ, ગોંડલના બસ સ્ટેન્ડથી ગુંદાળા દરવાજા જતાં માર્ગ પર આવેલ કોલેજીયન રેડીમેઈડ કપડાના શો રૂમમાં ગત રાત્રીનાં પાછળના ભાગે શટર ઉચકાવીને તસ્કરો ખાબક્યા હતાં. આ સાથે રૂપિયા 40 લાખની રોકડ રકમની ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. કોલેજીયન રેડીમેઈડ કપડાના શો રૂમમાંથી રૂપિયા 40 લાખની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. […]

Gujarat
4e2921a3 3ea7 4a9d 9fcd bded55119ce8 ગોંડલ: કપડાના શો રૂમમાંથી 40 લાખની રોકડ લઈ ચોર ફરાર

ગોંડલ,

ગોંડલના બસ સ્ટેન્ડથી ગુંદાળા દરવાજા જતાં માર્ગ પર આવેલ કોલેજીયન રેડીમેઈડ કપડાના શો રૂમમાં ગત રાત્રીનાં પાછળના ભાગે શટર ઉચકાવીને તસ્કરો ખાબક્યા હતાં. આ સાથે રૂપિયા 40 લાખની રોકડ રકમની ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે.

કોલેજીયન રેડીમેઈડ કપડાના શો રૂમમાંથી રૂપિયા 40 લાખની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારે સીસીટીવીમાં બે શખ્સો દુકાનમાં પ્રવેશીને ટેબલના ખાનાઓ ફંફોળીને હાથફેરો કરતાં નજરે પડે છે. જ્યારે આ બનાવની દુકાન માલિક સલીમ શકરાભાઈ શેઠાણીએ પોલીસમાં લાખોની ચોરી ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.

ચોરીના આ બનાવમાં મોલના માલિક દ્વારા જણાવ્યા મુજબ શો રૂમમાં છેલ્લા પંદર દિવસના થયેલ વેપારની રકમ હોવાની સાથે આજે માલની ખરીદી કરવા માટે આરટીજીએસ કરવાની હતી તે પહેલા જ તસ્કરો હાથ ફેરો કરી ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

રૂપિયા 40 લાખની રોકડ રકમ ચોરીના બનાવમાં શો રૂમના માલિકે રૂપિયા 40 લાખ ઓન રેકોર્ડ જમા ઉધાર કર્યો હોવાનું જણાવ્યું હોવા છતાં સૌરાષ્ટ્રભરમાં રેડીમેઈડ કપડાનો વેપાર કરતાં આ વેપારીનું લાખોનું ટર્નઓવર તપાસનો વિષય બનવા પામ્યું છે.

તો બીજી તરફ્ લાખોના ચોરીના આ બનાવમાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને સીસીટીવીના આધારે તપાસના ચક્રોગતિમાન કર્યા હતાં.