- AAPને મહેસાણામાં મળી શકે છે મોટી સફળતા
- ઊંઝા વિ.સભા વિસ્તારમાં મળી શકે છે સફળતા
- ઉંઝા નપામાં AAP લઇ શકે વિપક્ષનું સ્થાન
- આગામી સમયમાં વિરોધ પક્ષના નેતા AAPમાં જઇ શકે
- ભાવેશ પટેલ સહિત 16 સભ્યો AAPમાં જોડાઇ શકે
- આગામી કેજરીવાલની મુલાકાતમાં જોઇ શકે છે સભ્યો
AAPને મહેસાણામાં મોટી સફળતા મળી શકે છે. ઉંઝા વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટાને સફળતા મળી શકે છે. એક પણ બેઠક જીત્યા વિના આમ આદમી પાર્ટી ઉંઝા નગર પાલિકામાં AAP વિપક્ષનું સ્થાન લઇ શકે તેવી સંભાવના છે. આગામી સમયમાં વિરોધ પક્ષના નેતા AAPમાં જઇ શકે છે. ભાવેશ પટેલ સહિત 16 સભ્યો AAPમાં જોડાઇ શકે તેવી શક્યતા છે. આગામી કેજરીવાલ સાથેની મુલાકાતમાં સભ્યો જોડાઇ શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉંઝા નગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાવેશ પટેલે આપનું ઝાડુ પકડવાનો નિર્ણય કર્યો છે. તો તેમની સાથે વિપક્ષના અન્ય સભ્યો પણ આમ આદમી પાર્ટીમાં જોડાવા તૈયાર થયા છે. આગામી સમયમાં વિરોધ પક્ષના ભાવેશ પટેલ સહિત 16 સભ્યો AAPમાં જોડાઇ શકે છે. આગામી કેજરીવાલની મુલાકાતમાં જો સભ્યો આપમાં જોડાશે તો AAPને મહેસાણામાં મોટી સફળતા મળી શકે છે. તો સાથે ઉંઝા વિ.સભા વિસ્તારમાં આવેલી ઉંઝા નપામાં વિપક્ષનું સ્થાન મળી જશે. અને તે પણ એક પણ બેઠક જીત્યા વિના.
અમદાવાદ / હું ચૂંટણી લડવા તૈયાર છું : વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા
