રાજકોટ/ GSTના દરમાં તોતીંગ વધારાના વિરોધમાં કાપડ માર્કેટ અડધો દિવસ બંધ રહેશે

દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા આગામી 1લી જાન્યુઆરીએ કપડા અને કાપડ પર હાલ વસુલવામાં આવતો પ ટકા જી.એસ..ટી. વધારીને સીધો 12 ટકા કરવામાં  આવ્યો છે

Gujarat

દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા આગામી 1લી જાન્યુઆરીએ કપડા અને કાપડ પર હાલ વસુલવામાં આવતો પ ટકા જી.એસ..ટી. વધારીને સીધો 12 ટકા કરવામાં  આવ્યો છે . જેનાથી કાપડના વેપારીઓમાં ભારે  રોષ જોવા મળી રહ્યો છે  ત્યારે આજે આજે રાજકોટ અને જુનાગઢમાં વેપારીઓએ અડધો દિવસ બંધ પાળી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.  તેમજ કલેકટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું.

આ  પણ  વાંચો:Technology / દેશભરના કુલ 13 શહેરોને આગામી વર્ષે 5G હાઈસ્પીડ સાથે જોડી દેવાશે….

દરમિયાન જુનાગઢમાં બ્લેક આઉટ અને સુત્રોચ્ચાર પોકારવામાં આવશે સુરત, વડોદરા અને અમદાવાદમાં પણ વેપારીઓ બંધ પાળી વિરોધ રજુ કરશે.કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી કાપડ ઉઘોગ મહામંદીનો સામનો કરી રહ્યા છે.  ત્યારે હવે હવે બજારમાં થોડી ઘણી ધરાકી દેખાય રહી છે ત્યારે કાપડ ઉઘોગનો જાણે કેન્દ્ર સરકાર મૃત્યુ ઘંટ વગાડવા માંગતુ હોય તે રીતે આગામી 1લી જાન્યુઆરીથી કાપડ અને કપડા પર વસુલવામાં આવતો પાંચ ટકા જીએસટીનો દર વધારી 12 ટકા કરવામાં આવ્શે  ત્યારે જેનાથી માંડ બેઠા થતા કાપડ ઉઘોગની મહાદશા બેસી જશે ભાવમાં તોતીંગ વધારો આવશે.

આ પણ  વાંચો:નેતાઓનો વિરોધનો મામલો / આમ આદમી નેતાઓને મોટી રાહત, AAPના નેતા ઇસુદાન ગઢવીને મળ્યા જામીન

જીએસટીમાં વધારો મોકુફ રાખવાની માંગણી સાથે આજે રાજકોટ અને જુનાગઢમાં કાપડ માર્કેટ અડધો દિવસ બંધ રહી હતી. રાજકોટમાં પાંચ હજારથી વધુ વેપારીઓ જોડાયા હતા. દરમિયાન જુનાગઢમાં વેપારીઓ બ્લેક આઉટ કરી અને સૂત્રોચ્ચાર પોકારી વિરોધ નોંધાવશે. સુરત, વડોદરા, અને અમદાવાદમાં પણ કાપડ માર્કેટ બંધ પાળ્યો હતો.