Not Set/ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા

તમામ ખેલાડીઓ સહિત સ્ટાફના તમામ લોકોનું શનિવારે  ટેસ્ટ કરવમાં આવ્યો હતો . આ ચારેયને હોટલના જુદા જુદા રૂમમાં અલગ રાખવામાં આવ્યા છે અને તેઓ ટીમ સાથે બસમાં સ્ટેડિયમમાં જઈ શકશે નહીં.

Top Stories Sports

સમગ્ર   વિશ્વમાં  કોરોનાની બીજી લહેર ભયાનક જોવા  મળી હતી . જેમાં  અને મહાન વ્યક્તિઓ કોરોના સંક્રમિત  થયા હતા અને મૃત્યુ પામ્યા હતા . તયારે વધુ માં એક  ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરુણ  કોરોના  પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે .  જે અંતર્ગત ટીમ ઇન્ડિયાના તમામ સભ્યો સહિત સ્ટાફના તમામ સભ્યોનું શનિવારે રાત્રે અને આ રવિવારે સવારે  ટેસ્ટ કરવામાં  આવ્યો હતો . જેમાં  કુલ ચાર સભ્યો કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અને જે પણ આ ટેસ્ટમાં નેગેટિવ આવ્યો, તેને જ મેદાનમાં જવાની મંજૂરી આપવામાં આવી.

તમામ ખેલાડીઓ સહિત સ્ટાફના તમામ લોકોનું શનિવારે  ટેસ્ટ કરવમાં આવ્યો હતો . આ ચારેયને હોટલના જુદા જુદા રૂમમાં અલગ રાખવામાં આવ્યા છે અને તેઓ ટીમ સાથે બસમાં સ્ટેડિયમમાં જઈ શકશે નહીં. બીસીસીઆઈની મેડિકલ ટીમ ચાર ચેપગ્રસ્ત પર કડક નજર રાખી રહી છે અને તેમની મંજૂરી નક્કી કરશે કે ચારેય ક્યારે મેદાનમાં પાછા આવશે.

BCCI ના પ્રોટોકોલ મુજબ, આખી ટીમ નિયમિત અંતરાલો પર પરીક્ષણ કરે છે અને આ નિયમિત પરીક્ષણ (ફ્લો ટેસ્ટ) માં, ચારેય સભ્યો કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ચોક્કસપણે, આ ટીમ માટે આંચકો છે કારણ કે ખેલાડીઓ આગામી થોડા દિવસો માટે તેમની સેવા મેળવી શકશે નહીં. અને ખેલાડીઓએ પોતે તાલીમ અને અન્ય બાબતોની જવાબદારી લેવી પડશે.