Russia-Ukraine war/ રશિયાએ યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર કર્યો કબજો

રશિયાએ યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર કબજો કરી લીધો છે. રશિયાની નજર રાજધાની કિવ પર પણ છે. તે ગમે ત્યારે તેની પર કબજો કરી શકે છે

Top Stories World

ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટ પર રશિયાનો કબ્જો
યુક્રેન પર હુમલામાં રશિયાની સૌથી મોટી કાર્યવાહી
રશિયન સૈન્યનું મોટું નિવેદન
‘યુક્રેન આક્રમણનો પ્રથમ દિવસ સફળ થયો’

રશિયાએ યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર કબજો કરી લીધો છે. રશિયાની નજર રાજધાની કિવ પર પણ છે. તે ગમે ત્યારે તેની પર કબજો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ચેર્નોબિલ ન્યૂકિલ્યર પ્લાન્ટ પર રશિયાએ કબ્જો કરી લીધો છે. ટુક્રેન પરહુમલામાં રશિયાની આ સૌથી મોટી કાર્યવાહી છે. રશિયન સૈન્યનું આ મોટું નિવેદન ગણવામાં આવે છે. એકદંરે યુક્રેન આક્રમણનો પ્રથમ દિવસ સફળ થયો છે.

ઉલ્લેખનીય છે કે,  રાષ્ટ્રપતિ પુતિને લશ્કરી કાર્યવાહીના આદેશ આપ્યા બાદ રશિયાએ યુક્રેન પર ઝડપી મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે. જેમાં 10 નાગરિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે,હાલ યુક્રેન અને રશિયા વચ્ચે ભારે ઘમાસાન ચાલી રહ્યું છે. રશિયા મજબૂતાઇથી આગળ વધી રહ્યું છે અનેક સ્થળો પર કબજો કરી લીધો છે.યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે  રશિયા, યુરોપ ન્યુક્લિયર પ્લાન્ટ કબજે કરવાના પ્રયાસમાં, મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પહોંચાડવાની માંગ તેમણે કરી છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. બંને દેશો એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયન દળો ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેમાં સફળતા સાપડી છે. નોંધનીય છે કે, વિશ્વનો સૌથી ભયંકર પરમાણુ અકસ્માત એપ્રિલ 1986માં આ પ્લાન્ટમાં થયો હતો, જ્યારે પરમાણુ રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો અને સમગ્ર યુરોપમાં કિરણોત્સર્ગી કિરણોત્સર્ગ ફેલાયો હતો. આ પ્લાન્ટ કિવથી 130 કિલોમીટર ઉત્તરમાં સ્થિત હતો. જે રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો તે કિરણોત્સર્ગના લિકેજને રોકવા માટે રક્ષણાત્મક ઉપકરણથી આવરી લેવામાં આવ્યું છે અને સમગ્ર પ્લાન્ટને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો છે. ઝેલેન્સકીએ ટ્વીટ કર્યું, “અમારા બચાવકર્તા તેમના જીવ આપી રહ્યા છે જેથી કરીને 1986ની દુર્ઘટના ફરી ન બને.