Not Set/ આરોપીઓના સરઘસ કાઢવા મુદ્દે કરાઈ પિટિશન, પોલીસ માનવીય અધિકારોનું હનન કરતી હોવાનો આક્ષેપ

અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસની કાર્યવાહી સામે પિટિશન ફાઈલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓને દોરડા થી બાંધીને સરઘસ કાઢવામાં આવે છે તેને અમાનુષી ગણાવી જવાબદાર અધિકારી સામે પગલા લેવાની માંગ કરવામાં આવી છે. પોલીસ આવું કરી માનવીય અધિકારોનું હનન કરતી હોવાનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાજેતરમાં અલગ અલગ જગ્યાઓ પર પોલીસ તંત્ર દ્વારા આરોપીઓનું […]

Top Stories Ahmedabad Gujarat Trending
dsasfa આરોપીઓના સરઘસ કાઢવા મુદ્દે કરાઈ પિટિશન, પોલીસ માનવીય અધિકારોનું હનન કરતી હોવાનો આક્ષેપ

અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટમાં પોલીસની કાર્યવાહી સામે પિટિશન ફાઈલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓને દોરડા થી બાંધીને સરઘસ કાઢવામાં આવે છે તેને અમાનુષી ગણાવી જવાબદાર અધિકારી સામે પગલા લેવાની માંગ કરવામાં આવી છે.

પોલીસ આવું કરી માનવીય અધિકારોનું હનન કરતી હોવાનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાજેતરમાં અલગ અલગ જગ્યાઓ પર પોલીસ તંત્ર દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવાને અને મીડિયામાં પ્રકાશિત થતા અહેવાલને પણ આ અરજીમાં ટાંકવામાં આવ્યા છે.

તો બીજી બાજુ હાઈકોર્ટે ઔડાના પ્લોટ પર દબાણ કરી ગેરકાયદે બાધકામ સામે પણ પિટિશન કરવામાં આવી છે. જેમાં ઔડાના ચીફ પ્લાનર સહિતના પક્ષકારોને નોટીસ ફટકારવામાં આવી છે. અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે જાહેર હેતુ માટે ગેરકાયદે દબાણ કે બાંધકામ ચલાવી લેવું જોઈએ નહિં.