Ahmedabad/ શહેરના સ્થાપના દિને આજે પણ ‘માણેક બુર્જ’ તેમજ સમાધિ સ્થળ પર પૂજા કરવામાં આવે છે

શહેરના સ્થાપના દિને આજે પણ ‘માણેક બુર્જ’ તેમજ સમાધિ સ્થળ પર પૂજા કરવામાં આવે છે

Ahmedabad Gujarat Trending
corona 44 શહેરના સ્થાપના દિને આજે પણ 'માણેક બુર્જ' તેમજ સમાધિ સ્થળ પર પૂજા કરવામાં આવે છે

@રીમા દોશી, અમદાવાદ.

અમદાવાદનો ૬૧૦ મોં જન્મદિન આજે છે, ત્યારે અમદાવાદની સ્થપાનામાં અને કોટની દિવાલ ચણવામાં જેનો બહુ મોટો ફાળો છે તે માણેકનાથ બાબાની સમાધીએ તેમજ માણેક બુર્જ ખાતે આજે પણ તેમના વંશજો પૂજા કરે છે.

અમદાવાદ શહેરમાં આવેલ માણેક બુર્જના નિર્માણ પાછળ એક કથા સંકળાયેલી છે, તો માણેકચોક નામ પણ ખાસ કારણથી પાડવામાં આવ્યું છે આવો જાણીએ અમદાવાદ ઈતિહાસમાં માણેકનાથ બાબાનું શું મહત્વ છે.

અમદાવાદના ઇતિહાસ ની વાત કરીએ ત્યારે માણેકનાથ બાબાનું નામ અવશ્ય લેવું પડે અમદાવાદ આવેલો માણેક બુર્જ તેમજ માણેકચોક ખાતે આવેલ માણેકનાથની સમાધી બાબા માણેકનાથની યાદ અપાવે છે. બાબા માણેકનાથ પોતાના ચમત્કારને કારણે જાણીતા હતા. તેઓ ગોદડિયા બાવા’ તરીક પણ ઓળખતાં. અહેમદશાહ બાદશાહ એ શહેરમાં કોટ બનાવની કામગરી શરૂ કરી. બાદશાહની શાન ઠેકાણે લાવવા બાબાએક ગોદડી બનાવે અને તેમાં તેઓ દિવસભર દોરા ભરે. રાત પડે ને તેઓ જેવા દોરા કાઢી નાંખે એટલે તે દિવસનો ચણેલો કોટ પડી જાય.

Is it Manek Burj ? 🤔 . Yes it Is 😁🌸 thanks to the creativity of @bhoommss . 👉Which was the First Bastion of Ahmedabad… | The outsiders, Bastion, Places to visit

આવું ઘણા દિવસ ચાલ્યું હતું. કંટાળેલા બાદશાહે ચમત્કારી માણેકનાથ બાબાને શોધી કાઢ્યા અને પૂછ્યું તમારે આવું કેમ કરવું પડે છે અને બીજી તમારામાં શી-શી કરામત છે? બાબા બોલ્યા કે, નાળચાવાળા લોટાના મોંઢેથી દાખલ થઇને નાળચામાંથી નીકળી શકું છું. એ કરામત દેખાડવા તેઓ જેવા લોટમાં દાખલ થયા કે બાદશાહે લોટાને મોંઢે તથા નાળચે હાથ દઇને બંધ કરી દીધો ત્યારે તેઓ બોલ્યા, આ વાત ઠીક છે? પછી તેઓ બોલ્યા, ‘મને તું નીકળવા દે અને હું તારો કોટ નહીં પાડી નાંખું, પણ મારું નામ રહે એવું કરજે’. એ પ્રમાણે કોલકરાર કરીને બાદશાહે ફરી કોટ ચણાવ્યો અને ગણેશબારી પાસે એલિસબ્રિજના છેડે બુર્જનું નામ ‘માણેક બુર્જ ‘ પાડ્યું.

Birthday / હેપ્પી બર્થડે વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદ, આજે 610મો સ્થાપના દિન

માણેકનાથ બાબાની ઝૂંપડી આગળ મોટું ચઉટું કરીને તેનું નામ ‘માણેકચોક’ પાડ્યું. આમ ત્યારથી તેમનું ઉપનામ ‘ગોદડિયા’ પડ્યું. આજ માણેકચોકમાં માણેકનાથ બાબા અને તેમના શિષ્ય ગુલાબનાથજીએ જે સ્થળે જીવતા સમાધિ લીધી હતી તે સ્થળે તેમનું મંદિર છે. શહેરના સ્થાપના દિને બુર્જ  તેમજ સમાધિ સ્થળ પર પૂજા કરવામાં આવે છે.

London / નીરવ મોદીને ભારત લાવવું સરળ છે? કેસ હાર્યા પછી ભાગેડુ પાસે હવે કયા વિકલ્પો છે..?

અમદાવાદ શહેર નો વિકાસ થતો ગયો. એક સમયે કોટ વિસ્તાર પૂરતું મર્યાદિત શહેર બૃહદ અમદાવાદ બન્યું છે. આજે પણ અહીંની ઐતિહાસિક ઇમારતો ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે.