Not Set/ આણંદ/ આજે અમૂલનાં નિયામક મંડળની ચૂંટણી, કોવિડ ગાઇડલાઇનનું કરાયું પાલન

અમૂલના નિયામક મંડળની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે આજે  અમૂલના 12 પૈકી 11 બ્લોકમાં મતદાનની પ્રક્રિયા હાથધરી છે. ઠાસરાના ઉમેદવાર રામસિંહ પરમાર બિનહરીફ જાહેર. અંદાજીત 1200  જેટલા સહકારી  દૂધ મંડળના પ્રતિનિધિ મતદાન  કરશે. આણંદ પ્રાંત અધિકારી જીજ્ઞા દલાલ ચૂંટણી અધિકારી છે. અમૂલના કેમ્પસમાં ચૂંટણી યોજાઇ  છે.  જોકે ત્રિપાંખિયા જંગના કારણે ચૂંટણીમાં પરિવર્તન આવે છે કે […]

Gujarat Others
7352b58c7f72a8d019a43e6725e0371d આણંદ/ આજે અમૂલનાં નિયામક મંડળની ચૂંટણી, કોવિડ ગાઇડલાઇનનું કરાયું પાલન

અમૂલના નિયામક મંડળની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે આજે  અમૂલના 12 પૈકી 11 બ્લોકમાં મતદાનની પ્રક્રિયા હાથધરી છે. ઠાસરાના ઉમેદવાર રામસિંહ પરમાર બિનહરીફ જાહેર. અંદાજીત 1200  જેટલા સહકારી  દૂધ મંડળના પ્રતિનિધિ મતદાન  કરશે. આણંદ પ્રાંત અધિકારી જીજ્ઞા દલાલ ચૂંટણી અધિકારી છે. અમૂલના કેમ્પસમાં ચૂંટણી યોજાઇ  છે.  જોકે ત્રિપાંખિયા જંગના કારણે ચૂંટણીમાં પરિવર્તન આવે છે કે પુનરાવર્તન થાય છે તેના પર સૌની નજર છે. 12 બેઠકો પૈકી અગાઉ ઠાસરા બ્લોકમાં ચેરમેન રામસિંહ પરમાર બિનહરિફ બન્યા હતા. તો બોરસદ બ્લોકમાં હરિફ ઉમેદવારે ટેકો જાહેર કરતા એકમાત્ર ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ પરમારની જીત નિશ્ચિત છે. આ ઉપરાંત આણંદ, પેટલાદ અને માતર બ્લોકની બેઠકોના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે. 

કોંગ્રેસના આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા, માતરના બીજેપીના ધારાસભ્ય કેસરીસિંહ, બોરસદ કોંગ્રેસ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સવારે જ મતદાન મથકે પહોંચી ગયા હતા. ડિરેક્ટર્સની માટેની ચૂંટણી હોવાથી અમૂલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે.

આ ચૂંટણી આણંદ પ્રાંત અધિકારીની દેખરેખ નીચે કરવામાં આવી રહી છે.  કુલ 13 મંડળની ચૂંટણીમાં એક નોમિનેટેડ અને 12 માંથી એક ઠાસરા વિભાગમાં હાલના ચેરમેન રામસિંહ પરમાર બિન હરીફ હોવાથી કુલ 11 બેઠક પર ચૂંટણી થઈ રહી છે.

આપને જણાવી દઈએ કે, સરકારી ગાઈડ લાઈન મુજબ ચૂંટણી પ્રક્રિયા યોજવામાં અવી છે અને સોશ્યલ ડીસ્ટન્સ સાથે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં અવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.