જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં એક ખેડૂતનાં રહેણાંક મકાનમાંથી તસ્કરો ધોળા દિવસે રૂ.. ૯૫ લાખની મતબાર રોકડ રકમની ચોરી કરી લઇ ગયા હતા. આ સમગ્ર ઘટના પછી પોલીસે દોડધામ શરૂ કરી છે. આ ચોરી મામલે પોલીસે થોડી શંકા ઉત્પન્ન કરી છે, અને ફરિયાદી તથા તેના નિકટવર્તીઓની પણ ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. નજીકના ભવિષ્યમાં જ આ ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેવો આશાવાદ પોલીસ સેવી રહી છે.
મળતી પ્રાથમિક માહિતી મુજબ કાલાવડના આણંદપર ગામના એક ખેડૂતે પોતના ઘરમાંથી રૃા. ૯૫ લાખની રોકડ રકમની ચોરી થવા અંગે પોલીસને જાણ કરતાં જ કાલાવડ ગ્રામ્યના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.વી. પટેલ બનાવના સ્થળે પહોંચી ગયા હતા. અને પ્રાથમિક તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો.
આણંદપર ગામના ખેડૂત દીપકભાઈ ભીખાભાઈ જેસડીયા એ તાજેતરમાં પોતાની સંયુક્ત માલિકીની ચાર એકર ખેતીની જમીનનું વેંચાણ કર્યં હતું. જેમાંથી પાર્ટ પેમેન્ટ તરીકે મળેલ રૂ.બે કરોડની રકમ છ એક માસથી પોતાના ઘરમા રાખી હતી કારણ કે એ પૈસાની અન્ય સ્થળે જમીન ખરીદવા ની હતી .
બે કરોડ માંથી ૨૦ લાખ અન્યોને આપી દીધા પછી વધેલી રકમ માંથી ૯૫ લાખ ની રકમ પોતા નાં રૂમ મા અને ૮૫ લાખ ની રોકડ રકમ પોતાના પિતાના રૂમ મા રાખી હતી. દરમ્યાન ગઇકાલે તેમના પિતા અને બે ભાઈઓ બહારગામ જમીન જોવા ગયા હતા જ્યારે દીપકભાઈ અને તેમના પત્ની બાળકો એક પ્રસંગ મા હાજરી આપવા રાજકોટ ગયા હતા.
લગભગ ચારેક કલાક પછી ગઇકાલે સાંજે પરત ફરેલા દીપકભાઈના ઘરના દરવાજા ખુલ્લા જોવા મળતાં તેઓને ચોરીની શંકા ગઈ હતી. તપાસ કરતાં પોતાના રૂમમાથી ૯૫ લાખની રકમ ગાયબ હોવાનું જણાયું હતું. જ્યારે તુરત પિતાનાં રૂમમાં તપાસ કરતાં ત્યાં રૂ.૮૫ લાખ રકમ સલામત હતી. આખરે ગઇકાલે જાત તપાસ પછી આજે દીપકભાઈ પોલીસમાં જાણ કરતાં પો.સબ.ઇન્સ.શ્રી પટેલ તપાસ માટે દોડી ગયા હતા.
આ બનાવની જાણ થતાં જ એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટુકડી પણ મદદે પહોંચી છે. તેમજ ડીવાયએસપી, એલસીબી તથા સ્થાનિક પોલીસનો સ્ટાફ તપાસ માટે પહોંચ્યો છે. આ કૃત્ય કોઈ જાણભેદુ નું છે કે કેમ ? તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, સાથોસાથ આ ચોટી બાબતે પણ પોલીસને શંકા જાગી છે. અને પોલીસ દ્વારા ફરિયાદી તથા તેના પરિવારજનોની પણ ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. અને નજીકના ભવિષ્યમાં જ આ ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેવો આશાવાદ પોલીસ સેવી રહી છે.
સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ જામનગર
આ પણ વાંચો:Ahmedabad/યુવા વકીલોને તાલીમ માટે એકેડેમી જરૂરી: ગુજરાત હાઈકોર્ટ
આ પણ વાંચો:Bullet Train/સાબરમતીમાં બુલેટ ટ્રેનનો ડેપો બનવાની તૈયારીમાં
આ પણ વાંચો:Metro/મેટ્રો ફેઝ-ટુની કામગીરીનું નિરીક્ષણ કરતાં સીએમ ભુપેન્દ્ર પટેલ
