Vadodara News : કચેરીનો ધક્કો ના ખાવો હોય તો લાઇટ બિલ ભરી દેજો. સરકારી વીજ કંપનીઓની ઓનલાઇન સેવા 6થી 10 જૂન સુધી બંધ રહેશે. GUVNL ડેટા સેન્ટર ખાતે નોન-આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવીનીકરણની કામગીરી હોવાથી GUVNL અને તેની વીજ વિતરણ કંપનીઓ DGVCL, MGVCL, UGVCL, PGVCL, GETCO અને GSECL દ્વારા સંચાલિત વિવિધ ઓનલાઈન સેવાઓ બંધ રહેશે.
6 જૂન 2025એ સાંજે 6 વાગ્યાથી 10 જૂન 2025એ સવારે 10 વાગ્યા સુધી બંધ
GUVNL દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અત્રે જાણ કરવામાં આવે છે કે GUVNL અને તેની વીજ વિતરણ કંપનીઓ (DGVCL, MGVCL, UGVCL, PGVCL), તેમજ GETCO અને GSECL દ્વારા સંચાલિત વિવિધ ઓનલાઈન સેવાઓ તારીખ 06 જૂન 2025ના રોજ સાંજે 6:00 કલાકથી 10 જૂન 2025ના રોજ સવારે 10:00 કલાક સુધી ઉપલબ્ધ રહેશે નહીં.
આ સેવા બંધ રહેશે
કંપની વેબસાઇટ
ગ્રાહક પોર્ટલ
ઈ-વિદ્યુત સેવા
ઓનલાઇન વીજ બિલ
અન્ય ચુકવણી
વર્ચ્યુઅલ બેંક એકાઉન્ટ
સીએસસી સેન્ટર
ઇ-ગ્રામ
બેંક શાખાઓ મારફત વીજ બિલ
GUVNL ડેટા સેન્ટરમાં નોન-આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવીનીકરણ કામગીરી
આ અવધિ દરમિયાન GUVNL ડેટા સેન્ટર ખાતે નોન-આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આ કામગીરી દરમિયાન આપને થતી અસુવિધા બદલ અમે ખેદ વ્યક્ત કરીએ છીએ. તમામ સેવાઓને કાર્ય પૂર્ણ થતાની સાથે જ ફરીથી સફળતા પૂર્વક શરૂ કરવામાં આવશે.
ઓનલાઈન લાઈટ બિલ ભરવા શું કરવું?
ઓનલાઈન બિલ ભરવાની પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે. જે ગ્રાહક ઓનલાઈન પોતાનું બિલ ભરવા માંગતા હોય તેઓ વીજ કંપનીની વેબસાઈટ પર જઈને ભરી શકે છે. તેના માટે તેઓને વેબસાઈટ પર પોતાનો ગ્રાહક નંબર એડ કરવાનો રહે છે. ગ્રાહક નંબર એડ કરતા જ તેના બિલની સમગ્ર માહિતી સ્ક્રિન પર જોવા મળી જશે. સાથે જ જો ગ્રાહક બિલ ભરવા માંગે છે તો તે અહીંથી જ ભરી શકે છે. બિલ ભર્યા બાદ તેની રિસિપ્ટ પણ ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે.
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો
આ પણ વાંચો:BZના મહાઠગ ભૂપેન્દ્ર સિંહ ઝાલાને મુક્ત કરવા CM પટેલને રોકાણકારોએ કરી રજૂઆત
આ પણ વાંચો:CM ભુપેન્દ્ર પટેલને મળ્યું દિલ્હીનું આમંત્રણ! નીતિ આયોગની મહત્વની બેઠક
