- SOG એ ડ્રગ્સ કેસ ફરાર આરોપની મુંબઈથી કરી ધરપકડ
- સમિમબાનું ઉર્ફ સ્મમો મુંબઈ થી બે વાર એમ ડી ડ્રગ્સ લાવી
- 10 લાખ 39 હજારના ડ્રગ્સ કેસમાં સબીર ઉર્ફે સાબિર મુંબઈ હતો ફરાર
- ડ્રગ્સ કેસની ફરિયાદ બાદ મોબાઈલ દરિયામાં ફેંકી દઈ નાસતો ફરતો સાબિર મુંબઈ
- SOG એ ડ્રગ્સ કેસના મુખ્ય આરોપીની કરી ધરપકડ
રાજ્યમાં નશાની પ્રવૃત્તિ અટકાવવા માટે રાજ્ય ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા તમામ જિલ્લાના એસપી અને અધિકારીઓને ગેરકાયદેસર ડ્રગ્સ વેચાણને લઈને કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના છે તે આપવામાં આવી છે તેના પગલે અમદાવાદ અલગ અલગ જગ્યાએ નશાની પ્રવુતિ રોકવા માટે સર્ચ ઓપરેશન અને રેડ કરવામાં આવી હતી.
જેમાં અગાઉ 10,39,000 ના એમ ડી ડ્રગ્સ સાથે સારંગપુર ખાતેથી સમિમ બાનું નામની મહિલા પાસેથી 10 લાખ 39 હજારનું એમ ડી ડ્રગ્સ મળી આવેલ જે અંગે એસ ઓ જી દ્વારા તપાસ કરતાં તે ડ્રગ્સ મુંબઈના સાબિર પાસેથી લાવ્યું હોવાનું સામે આવ્યું હતું જેમાં સાબિર છેલ્લા ઘણા સમયથી ફરાર હતો જેને ઝડપી પાડવા એસ ઓ જી દ્વારા ટીમ બનાવી મુંબઈ ખાતે થી જડપી પાડવામાં આવ્યો હતો
પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી આરોપી સાબિર દ્વારા તેનો મોબાઈલ મુંબઈમાં દરિયામાં ફેંકી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ પોતાનું રહેઠાણ સ્થળ છે તે બદલતો હતો પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ અને મુંબઈ પોલીસની મદદ દ્વારા આરોપીને મુંબઈ ખાતેથી ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ છે તે હાથ ધરી છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
