કતાર દ્વારા આયોજિત ફીફા વર્લ્ડ કપ 2022 સીઝનની બે ફાઇનલિસ્ટ ટીમો નક્કી થઇ ગઇ છે. આ બંને ટીમો આર્જેન્ટિના અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ છે, બંને વચ્ચે ટાઈટલ મેચ રવિવારે (18 ડિસેમ્બર) રમાશે. આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યાથી રમાશે. હવે પ્રશંસકોના મનમાં સવાલ ઉઠતો જ હશે કે વિજેતા ટીમને ટાઈટલ સાથે ઈનામ તરીકે કેટલી રકમ મળશે?
ઉલ્લેખનીય છે કે દર વખતની જેમ આ વખતે પણ વિજેતા અને ઉપવિજેતાની સાથે ત્રીજા અને ચોથા નંબરની ટીમોને પણ અબજો રૂપિયા મળશે. આ ટીમોને કેટલી રકમ મળે છે તે જાણીને ચાહકોને આશ્ચર્ય થશે. આ રકમ ક્રિકેટ વર્લ્ડ કપ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) કરતા અનેક ગણી વધારે છે. આ વખતે ફિફા વર્લ્ડ કપ દરમિયાન વિતરણ કરવાની ઈનામની રકમ $440 મિલિયન (આશરે રૂ. 3641 કરોડ) નક્કી કરવામાં આવી છે. આમાં વર્લ્ડ કપ વિજેતા ટીમને 42 મિલિયન ડોલર (લગભગ 347 કરોડ રૂપિયા) મળશે. આ અગાઉના એટલે કે 2018 વર્લ્ડ કપ કરતાં 4 મિલિયન ડોલર વધુ છે. જ્યારે ઉપવિજેતા ટીમને 30 મિલિયન ડોલર (લગભગ 248 કરોડ રૂપિયા) આપવામાં આવશે.
વિજેતા અને ઉપવિજેતા ઉપરાંત ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમોને પણ મોટી રકમ આપવામાં આવશે. ફાઈનલના એક દિવસ પહેલા એટલે કે 17 ડિસેમ્બરે એક મેચ પણ રમાશે. આ મેચ બંને સેમિફાઇનલની હારેલી ટીમ ક્રોએશિયા અને મોરોક્કો વચ્ચે રમાશે. વિજેતા ટીમ ત્રીજા નંબરે અને હારેલી ટીમ ચોથા નંબરે પ્રવાસ સમાપ્ત કરશે. આ જ સંદર્ભમાં તેમને ઈનામની રકમ પણ આપવામાં આવશે. આ ટીમોને મળશે આટલા પૈસા
વિજેતા – 347 કરોડ રૂપિયા
રનર-અપ – રૂ. 248 કરોડ
ત્રીજા નંબરની ટીમ – 223 કરોડ રૂપિયા
ચોથા નંબરની ટીમ – 206 કરોડ રૂપિયા
વર્લ્ડ કપમાં સામેલ દરેક ટીમને 9-9 મિલિયન ડોલર મળશે. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ટીમોને $13 મિલિયન મળશે ક્વાર્ટર ફાઇનલમાં હારનારી ટીમોના ખાતામાં 17 મિલિયન ડોલર આવશે જાણો કોને કેટલી રકમ મળી? ICC T20 વર્લ્ડ કપ 2022 જીતનાર ટીમને લગભગ 13 કરોડ રૂપિયા મળ્યા છે. FIFA વર્લ્ડ કપ 2022 જીતનારી ટીમને લગભગ 342 કરોડ રૂપિયા મળશે. IPL 2022 સીઝન જીતનાર ટીમને લગભગ 20 કરોડ રૂપિયા મળ્યા હતા.
