Rajkot/ મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ.. રાજકોટ અગ્નિ કાંડ નો મામલો, આખરે 304 અ અને 114હેઠળ ગુનો દાખલ થયો

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ.. રાજકોટ અગ્નિ કાંડ નો મામલો, આખરે 304 અ અને 114હેઠળ ગુનો દાખલ થયો..

પ્રકાશ મોઢા તેજસ કરમટા સહિતના આરોપીઓની થશે ધરપકડ

Top Stories Rajkot
  • મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ.. રાજકોટ અગ્નિ કાંડ નો મામલો, આખરે 304 અ અને 114હેઠળ ગુનો દાખલ થયો..
  • પ્રકાશ મોઢા તેજસ કરમટા સહિતના આરોપીઓની થશે ધરપકડ

રાજકોટના આનંદ બંગલા વિસ્તારમાં આવેલી આવેલી શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગુરૂવારે મોડી રાત્રે આગ લાગી હતી. આ હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દી સારવાર હેઠળ હતા. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી જેમાં સારવાર લેતાં 5 દર્દીઓના જીવતા ભૂંજાઈ જવાના કારણે મોત થયા હતા. હોસ્પિટલના આઈસીયુ વોર્ડ આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હોય હોસ્પિટલમાં સ્વસ્થ થવાના બદલે મોતને ભેટયા હતા. ડીસીપી મનોહરસિંહ જાડેજાએ આ કેસ બાબતે પત્રકાર પરિષદ સંબોધી અને ગુનો દાખલ કર્યા હોવા અંગેની જાણ કરી હતી. સૌપ્રથમ તમામ આરોપી તબીબોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઘટના અન્વયે હોસ્પિટલના સત્તાધીશો તેમજ સ્ટાફ દ્વારા દર્દીઓને વોર્ડમાંથી બહાર પણ કાઢી શકાયા ન હતા. ઘટનાની જાણ થતાં ફાયર પોલીસ કમિશ્નર , મ્યુનિસિલપલ કમિશ્નર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. મુખ્યમંત્રી સહિતના જવાબદાર નાગરિકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. સુપ્રીમ કોર્ટે પણ સુઓમોટો લઈને સરકાર પાસે આ મામલે જવાબ માંગ્યો હતો.

બહુચર્ચિત એવા રાજકોટની હોસ્પિટલના કાંડ મામલે આખરે માલવિયાનગર પોલીસે 304 અ અને 114હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તેમજ હોસ્પિટલમાં બેદરકારી પાછળના કારણો પર પ્રકાશ પાડ્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે
હોસ્પિટલમાં આઈ સી યુ વોર્ડમાં ઈમરજન્સી એક્ઝીટ બંધ હતી, દરવાજા આડે મશીનરીના કારણે અવરોધ હતો., આઈ સી યુ વોર્ડમાં વેન્ટીલેશન ન હોવાના કારણે ધુમાડો થયો હતો.,ઈમરજન્સી સમયે હોસ્પિટલમાંથી બહાર જવા માટે કોઈ દરવાજો ન હતો., ફક્ત ચાર ફુટની પહોળાઈ ધરાવતા પગથીયા વડે જ ચઢવા-ઉતારવાની વ્યવસ્થા હતી., ફક્ત ગ્રાઉન્ડ ફ્લોરમાં નજીક બે દરવાજા હતા ત્યાં પણ ફાયર સાઈન બોર્ડ કે ઈમરજન્સી એક્ઝીટ દર્શાવી ન હતી.,આ ઉપરાંત આઈ.સી.યુના દરવાજાની પહોળાઈ ત્રણ ફુટ જ હતી. તેમજ ફરજ પર હાજર મેડિકલ સ્ટાફ તાલીમના અભાવે ફાયર સાધનોના ઉપયોગ કરી શક્યા નહોતા., ઓટોમેટીક સ્પ્રીન્કલ સીસ્ટમની વ્યવસ્થા ન હતી.

આમ આ તમામ પ્રકારની બેદરકારીઓ તપાસમાં સામે આવી હતી આ ઉપરાંત એનબીસી અને ફાયર સેફ્ટીની ગાઈડલાઈનનું પાલન ન થતું હોવાનું તપાસમાં બહાર આવતાં હોસ્પિટલના સંચાલકોની બેદરકારીના કારણે 5 લોકોના મોત નીપજ્યા હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. જે અન્વયે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલનું સંચાલન કરતાં ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા ,ડો. તેજસ કરમટા, ડો તેજસ મોતીવારસ, ડો. દિગ્વીજયસિંહ જાડેજા વિરુધ્ધ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

https://business.facebook.com/mantavyanews/videos/717223212535059/