ઉત્તરાખંડ/ આ શાળામાં થયો કોરોના વિસ્ફોટ, 85 બાળકો કોરોના પોઝિટિવ

ઉત્તરાખંડનાં નૈનીતાલ સ્થિત નવોદય વિદ્યાલયમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. શાળામાં એક સાથે 85 બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જ્યારે કેટલાક બાળકોનાં રિપોર્ટ આવવાના બાકી છે.

Top Stories India
નવોદય શાળાનાં 85 બાળકો પોઝિટિવ

ઉત્તરાખંડનાં નૈનીતાલ સ્થિત નવોદય વિદ્યાલયમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. શાળામાં એક સાથે 85 બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જ્યારે કેટલાક બાળકોનાં રિપોર્ટ આવવાના બાકી છે. આ સાથે શાળાનાં આચાર્યનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ અહેવાલ બાદ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જણાવી દઈએ કે કુલ 488 બાળકોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

1 2022 01 03T062249.911 આ શાળામાં થયો કોરોના વિસ્ફોટ, 85 બાળકો કોરોના પોઝિટિવ

આ પણ વાંચો – કોરોના વેક્સિન / આજથી 15 થી 18 વર્ષની વયના બાળકો માટે રસીકરણ શરૂ થશે,COWIN પોર્ટલ પર 7 લાખથી વધુની નોંધણી

આપને જણાવી દઇએ કે, ઉત્તરાખંડનાં નૈનીતાલનાં ગરમપાની વિસ્તારમાં આવેલી સુયલબારી જવાહર નવોદય વિદ્યાલયમાં 85 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ સહિત વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. રવિવારે વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમામ ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓને શાળામાં જ આઈસોલેટ કરવામાં આવ્યા છે. નેગેટિવ જણાતા વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવશે, જોકે વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ અને શાળા મેનેજમેન્ટ આરોગ્ય તપાસ બાદ વિદ્યાર્થીઓને ઘરે મોકલવા અંગે નિર્ણય લેશે. અગાઉ પ્રિન્સિપાલ સહિત 11 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારબાદ આરોગ્ય વિભાગે તમામ બાળકોનાં ટેસ્ટ કરાવ્યા હતા, જેમાંથી 85 વિદ્યાર્થીઓનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સુયલબારીની જવાહર નવોદય વિદ્યાલયમાં ભૂતકાળમાં RT-PCR ટેસ્ટ દ્વારા શાળાનાં સ્ટાફ અને વિદ્યાર્થીઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. મુંબઈની એક શાળાનાં 16 વિદ્યાર્થીઓને કોરોના સંક્રમિત, દિલ્હીમાં પણ આજથી શાળાઓ ખુલી છે. બીજા દિવસે આવેલા રિપોર્ટમાં શાળાનાં આચાર્ય સહિત લગભગ 11 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. એક્શનમાં આવી ગયેલા આરોગ્ય વિભાગની ટીમે ખાસ કેમ્પનું આયોજન કર્યું હતું અને લગભગ 496 વિદ્યાર્થીઓનાં સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા.

1 2022 01 03T062400.833 આ શાળામાં થયો કોરોના વિસ્ફોટ, 85 બાળકો કોરોના પોઝિટિવ

આ પણ વાંચો – intersting / આનંદ મહિન્દ્રાએ આ તસવીર સાથે શા માટે નવા વર્ષની શુભેચ્છા પાઠવી, કારણ જાણીને તમે ભાવુક થઈ જશો

ડેપ્યુટી કલેક્ટર રાહુલ શાહની સૂચના પર, આ શાળાને પહેલેથી જ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવી છે. હવે મોટી સંખ્યામાં કોરોના સંક્રમિતોને જોતા આરોગ્ય વિભાગે પણ તૈયારીઓ તેજ કરી દીધી છે. નૈનીતાલનાં સીએમઓ ભાગીરથી જોશીએ કહ્યું કે, તમામ ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓને શાળામાં જ અલગ કરી દેવામાં આવ્યા છે, સાથે જ તમામ બાળકોનાં સેમ્પલ પણ દેહરાદૂન લેબમાં મોકલવામાં આવશે, જ્યાં ઓમિક્રોનનું ટેસ્ટિંગ કરવામાં આવશે.