મોત/ ચેન્નાઇના ઝૂ માં સિંહણનું મોત,કોરોનાથી થયા હોવાની આશંકા

ચેન્નાઇમાં કોરોનાથી સિંહણનું મોત

India
tiger ચેન્નાઇના ઝૂ માં સિંહણનું મોત,કોરોનાથી થયા હોવાની આશંકા

કોરોના સંક્રમણ હવે જાનવરોમાં પણ જોવા મળી રહ્યા છે. ચેન્નાઇના વંડૂર(વડાલપુર) ઝૂમાં એક સિંહણની મોત થઇ ગઇ છે. એવી આશંકા જોવાઇ રહી છે કે સિંહણની મોત કોરોનાથી થઇ હશે. 2 6 મે ના રોજ એક પ્રેસ રિલીઝ કર વામાં આવ્યું હતું.જેમાં ઉલ્લેખ કરવામાં આ્યું હતું કે પ્રાણીસંગ્રાલયમાં પાંચ સિંહોમાં ખાંસીના અને ભૂખ ના લાગવાના લક્ષણો જોવા મળ્યા હતાં. ત્યારબાદ પ્રાણીસંગ્રાલયના વેટનરી ટીમે સિંહોના સ્વાસ્થ અંગે તપાસ કરી હતી .એક વિશેષ ટીમ પણ ત્યાં પહોંચી હતી.સિંહનાલોહીના સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા.

નવ વષની એક સિંહણ નીલાની 3 જૂને મોત થઇ ગઇ હતી.એવુ માનવામાં આવી રહ્યું છે કે આ સિંહણમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતાં.2 જૂને તેની નાકમાંથી પાણી નીકળી રહ્યુ હતુ.ત્યારબાદ તેની સારવાર પણ કરવામાં આવી. ઝૂ ના પ્રશાસને જણાવ્યું હતું કે 11 સિંહોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતાં જેમાંથી 9 સિંહોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. આ રીપોર્ટને બારીકાઇથી ચકાસવા માટે ઇન્ડિયન વટરનરી રિસર્ચ ઇન્સ્ટીટયુટ બરેલી અને સેન્ટ્રલ ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યૂલર બાયોલોજી હૈદરાબાદમાં મોકલવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જાનવરોની સંભાળ રાખનાર કર્મચારીઓએ વેક્સિન લીધેલ છે. અહીયા પીપીઇ કિટ પહેરીને ડોકટર જાનવરોની તપાસ કરે છે. કોરોનાના લીધે ઝૂ બંધ પણ રાખવામાં આવ્યું છે. મે મહિનામાં હૈદરાબાદના  ઝૂ માં 8 સિંહો કોરોના પોઝિટિવ મળ્યા હતાં