New Delhi: બેબી કેર બાદ દિલ્હી (Delhi)ની અન્ય એક હોસ્પિટલમાં આગ લાગી હતી. મંગળવારે દિલ્હીના પશ્ચિમ વિહાર સ્થિત આઈ મંત્રા હોસ્પિટલ (Hospital)માં આગ લાગી હતી. આગની માહિતી મળતાં જ ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સદનસીબે દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ જાનહાની થઈ ન હતી. જોકે બીજા માળે રહેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો.
આગ હોસ્પિટલના બીજા માળે લાગી હતી. તમામ દર્દીઓને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં આગ કેવી રીતે લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. શરૂઆતમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ એસીમાં લાગી હતી અને ત્યારબાદ તે આખા ફ્લોર પર ફેલાઈ ગઈ હતી. ફર્નિચર અને અન્ય સામાન બળી ગયો હતો.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે શનિવારે રાત્રે દિલ્હીની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં 7 બાળકોના જીવ ગયા હતા. વિવેક વિહારની બેબી કેર હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ દિલ્હી સરકાર હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની તપાસમાં વ્યસ્ત છે. દરમિયાન વધુ એક ઘટનાએ ચિંતા વધારી દીધી છે.
આ પણ વાંચો:પંજાબ AAP સરકારના મંત્રી બલકાર સિંહનો અશ્લીલ વીડિયો આવ્યો સામે
આ પણ વાંચો:કોર્ટે બિભવ કુમારની જામીન અરજી ફગાવી…
આ પણ વાંચો:આજીવન કેદની સજા ભોગવતા કેદી હવે પ્રવેશ પરીક્ષા આપશે
આ પણ વાંચો:31 મેના રોજ SIT સમક્ષ હાજર થશે પ્રજ્વલ રેવન્ના, પરિવાર અને સમર્થકોની માંગી માફી