કોરોના રસી/ સીરમ બનાવશે રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિક-વી , સરકારે આપી મંજૂરી

સીરમને મંજૂરી મળી રશિયાની વેક્સિન બનાવવાની

Top Stories
vacccinessss સીરમ બનાવશે રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિક-વી , સરકારે આપી મંજૂરી

કોરોના વાયરસ વિરૂદ્વ દેશમાં વેક્સિન અભિયાન ઝડપી બનાવી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે સીરમ ઇસ્ટીટયુટ ઓફ ઇન્ડિયાને રશિયાની સ્પૂતનિક-વી રસી બનાવવાની મંજૂરી આપી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાએ સીરમને લાયસન્સ પ્રાપ્ત સુવિધાને પરીક્ષણ અને વિશ્લેષણના લીધે સ્પૂતનિક-વી બનાવવાની અનુમતિ આપી છે.

કોવિશીલ્ડ રસી બનાવનાર કેપની  સીરમ ઇસ્ટીટયુટ ઓફ ઇન્ડિયાએ સ્પૂતનિક-વી બનાવવાની મંજૂરી ભારતના ડીસીજીઆઇ પાસે માંગી હતી અને એક અરજી પણ કરી હતી.કેપનીએ પરીક્ષણ અને તપાસની મંજૂરી પણ માંગી હતી.તેમને મંજૂરી મળી ગઇ હતી.

ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ ભારતમાં રશિયાની સ્પુટનિક-વી રસી તૈયાર કરી રહી છે. આ વર્ષના અંત સુધીમાં સ્પુટનિક વીના 85 કરોડ ડોઝ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રારંભિક મહિનામાં આ રસીનું ઉત્પાદન લાખોમાં કરવામાં આવશે, જ્યારે સમય જતા રશિયન રસી બનાવવાની ગતિમાં વધારો કરવામાં આવશે.

ભારત સરકારે બીજી લહેર ઘાતક નીવડી હોવાથી વેક્સિન અભિયાન વધારી દીધું છે અને વેક્સિનનું ઉત્પાદન ઝડપથી થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.