Not Set/ ઇમરાન ખાનની મોદીને વિનંતી : શાંતિ સ્થાપવા માટે અમને એક મોકો આપો

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને પીએમ નરેન્દ્ર મોદીને શાંતિ સ્થાપવા એક તક આપવાની વાત કરી છે. ઇમરાને કહ્યું કે જો ભારત પુલવામા હુમલા પર પાકિસ્તાનને પુરાવા આપશે તો ચોક્કસ કાર્યવાહી કરશે. પુલવામા હુમલા પછી ભારતના કડક વલણ પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે, તેઓ શાંતિ સ્થાપવા માટે તેમને એક મોકો આપે. […]

Top Stories India Trending
02 4 ઇમરાન ખાનની મોદીને વિનંતી : શાંતિ સ્થાપવા માટે અમને એક મોકો આપો

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને પીએમ નરેન્દ્ર મોદીને શાંતિ સ્થાપવા એક તક આપવાની વાત કરી છે. ઇમરાને કહ્યું કે જો ભારત પુલવામા હુમલા પર પાકિસ્તાનને પુરાવા આપશે તો ચોક્કસ કાર્યવાહી કરશે. પુલવામા હુમલા પછી ભારતના કડક વલણ પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે, તેઓ શાંતિ સ્થાપવા માટે તેમને એક મોકો આપે. ઇમરાન ખાને કહ્યું છે કે, તેઓ તેમની વાત પર હંમેશા માટે અડગ છે. પુલવામા મામલે ભારત તેમને પૂરતા પુરાવા આપશે તો તેઓ કડક કાર્યવાહી કરવા તૈયાર છે.

રાજસ્થાનમાં એક રેલીમાં મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યાં બાદ ઇમરાન ખાનને અભિનંદન માટે ફોન પર તેમની સાથે થયેલી પોતાની વાતચીતને યાદ કરાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે મેં તેમને કહ્યું હતું કે આવો ગરીબી અને અભણતાની વિરૂદ્ધ લડાઇ લડીએ. પીએમ મોદીના આ આહવાન પર ઇમરા ખાને કહ્યું હતું કે મોદીજી મેં પઠાણ કા બચ્ચા હું, સચ બોલતા હું

ઇમરાન ખાનની આ ટિપ્પણી રાજસ્થાનમાં પીએમ મોદીની એ રેલી બાદ આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે આતંકવાદની વિરૂદ્ધ આખી દુનિયામાં સામાન્ય સહમતિ છે. આતંકવાદના દોષિતોને દંડિત કરવા માટે અમે મજબૂતીથી આગળ વધી રહ્યાં છીએ. આ વખતે હિસાબ થશે અને બરાબર થશે. આ બદલાયેલું ભારત છે, તેનાથી દર્દને સહન કરાશે નહીં. અમે જાણીએ છીએ કે આતંકવાદને કેવી રીતે કચડાય છે.

આ પહેલાં 19 ફેબ્રુઆરીએ ઈમરાન ખાને કહ્યું હતું કે, પૂરતા પુરાવા મળ્યા પછી જ તેઓ જૈશ-એ-મોહમ્મદ પર કાર્યવાહી કરશે.

ઈમરાનનું કહેવું છે કે મોદી સાથે 2015માં થયેલી બેઠકમાં બંને દેશોએ સાથે મળીને આતંકવાદને ખતમ કરવા માટે સહમતી કરી હતી. પરંતુ પુલવામા હુમલા પહેલાં સપ્ટેમ્બર 2018માં જ ભારતે પીછેહઠ કરી લીધી હતી.