Elections West Bengal/ બંગાળ કોંગ્રેસમાં બળવો, મહાસચિવ બિનોય તમાંગ છ વર્ષ માટે સસ્પેન્ડ

બીજેપીના ઉમેદવાર માટે માંગ્યા હતા વોટ

Top Stories India
Beginners guide to 2024 04 23T204718.710 બંગાળ કોંગ્રેસમાં બળવો, મહાસચિવ બિનોય તમાંગ છ વર્ષ માટે સસ્પેન્ડ

West Bengal News : લોકસભાના ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળ કોંગ્રેસમાં મોટો રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો છે.. કારણકે પાર્ટીમાં પશ્ચિમ બંગાળમાં રાજ્ય યુનિટના મહાસચિવ બિનોય તમાંગને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. પાર્ટીએ આ કાર્યવાહી એટલા માટે કરી છે કે તમાંગે દાર્જીલિંગ લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવારને બદલે બીજેપીના ઉમેદવાર કાજૂ બિસ્તા માટે વોટીંગની અપીલ કરી દીધી હતી.

બિનોય તમાંગે કહ્યું હતું કે  તે લોકસભા ચૂંટણીમાં દાર્જીલિંગથી બીજેપી ઉમેદવાર રાજૂ બિસ્તાને સમર્થન આપશે. પ્રમુખ ગોરખા નેતા બિનોય તમાંગ કેટલાક મહિના પહેલા જ કોંગ્રેસમાં સામેલ થયા હતા.

બિનોય તમાંગે દાર્જીલિંગ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર મુનીશ તમાંગના નામ પર આપત્તિ દર્શાવી હતી. તેમમે કહ્યું હતું કે પાર્ટી હાઈકમાને ઉમેદવાર માટે તેમની સલાહ લીધી ન હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે દાર્જીલિંગ લોકસભા ક્ષેત્રથી બીજેપી ઉમેદવાર રાજૂ બિસ્તાને પૂર્ણ રે સમર્થન આપવા માંગુ છું, કારણકે તેનાથી દાર્જીલિંગના પહાડી વિસ્તારોમાં લોકોને ન્યાય અને સુરક્ષા મળી શકશે. હું દાર્જીલિંગના લોકો, મારા સમર્થકો, મિત્રો અને સંબંધીઓને કહેવા માંગુ છું કે તમારો કિંમતી મત બીજેપીના ઉમેદવાર રાજૂ બિસ્તાને આપો.

ક્ષેત્રમાં મતદાનના 72 કલાક પહેલા બિનોય તમાંગે એક વિડીયો સંદેશમાં કહ્યું હતું કે દાર્જીલિંગમાં ગુરખાઓના ન્યાય માટે  હું બીજેપીના ઉમેદવાર રાજૂ બિસ્તાનું સમર્થન કરૂ છું. 26 એપ્રિલના રોજ બીજેપી અને તેના ઉમેદવાર રાજૂ બિસ્તાને વોટ આપજો. કેન્દ્રમાં ફરીથી બીજેપી સરકાર આવી રહી છે. એવી સંભાવના છે કે 2026ની વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં પણ બીજેપી સરકાર સત્તામાં આવશે. મેં સીલીગુડી, ડુઆર્સ અને પહાડની રાજનીતિક અને સંવૈધાનિક સમસ્યાઓને ન્યાય આપવા માટે હવેની સરકારને સમર્થન કરવાનો ફેંસલો કર્યો છે. પહાડોમાં ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદને પણ ખતમ કરવો પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજસ્થાનમાં PM મોદી અને કંગના રનૌત સહિત શિવરાજસિંહ ચૌહાણ બીજા તબક્કામાં કરશે જોરશોરથી પ્રચાર

આ પણ વાંચો: મુખ્તાર અંસારીનું મોત ઝેરથી થયું હતું? વિસરા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

આ પણ વાંચો: સેના પર સૌથી વધુ ખર્ચ કરવામાં વિશ્વનો ચોથો દેશ બન્યો ભારત,SIPRIના અહેવાલમાં કરવામાં આવ્યો દાવો