suprim court/ 2 જી સ્કેમ કેસમાં ફેંસલા બાદ 12 વર્ષ બાદ ફરીથી સુપ્રીમ કોર્ટ પહોંચી કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારે આદેશમાં સંશોધનની કરી માંગણી

Top Stories India
Beginners guide to 2024 04 23T195717.642 2 જી સ્કેમ કેસમાં ફેંસલા બાદ 12 વર્ષ બાદ ફરીથી સુપ્રીમ કોર્ટ પહોંચી કેન્દ્ર સરકાર

New Delhi  2જી કૌભાંડ મામલામાં સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ 12 વર્ષ પછી કેન્દ્ર સરકારે આદેશમાં સંશોધનની માંગણીને લઈને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કેન્દ્ર એ શરતમાં સંશોધન ઈચ્છે છે કે જેના દ્વારા સરકારને સ્પેકટ્રમ સંસાધનોની ફાળવણી માટે નિલામી માર્ગ અપનાવવાની ફરજ પડે છે. કેન્દ્રના કાનૂન મુજબ પ્રશાસનિક પ્રક્રિયાના માધ્યમથી ફાળવણી કરવાની માંગણી કરી છે.

કેન્દ્ર સરકારે 2012ના 2જી સ્પેક્ટ્રમ સંબંધી પેંસલામાં સંશોધન માટે સુપ્રીમ કોર્ટ તરફ મીટ માંડી છે. કોર્ટના ફેંસલામાં સરકારથી દેશના પ્રાકૃતિક સંશાધનોને હસ્તાંતરિત કરવા માટે નિલામીનો રસ્તો અપનાવવાની વાત કરી હતી. કેન્દ્રએ કહ્યું કે ફેંસલામાં સંશોધનની આવશ્યક્તા છે કારણકે સ્પેકટ્રમની ફાળવણી કેવળ વાણિજ્ય દૂરસંચાર સેવાઓ માટે આવશ્યક નથી પરંતુ સુરક્ષા, ઈમરજન્સી તૈયારી જેવા સાર્વજનિક હિતના કાર્યોમાં નિર્વહન માટે ગેર-વાણિજ્ય ઉપયોગ માટે પણ જરૂરી છે.

કેન્દ્રએ પોતાના આવેદનમાં એ વાત પર ભાર મુક્યો હતો કે રાષ્ટ્રીય સુરક્ષા અને ઈમરજન્સી તૈયારીઓના ઉદ્દેશોને પ્રાપ્ત કરવા સાથે સાથે ભારતના જરુરિયાત અનુસાર ગતિશીલ નિર્ણય લેવામાં સક્ષમ બનાવવા માટે દૂરસંચારની પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી લોકોની સર્વોત્તમ ભલાઈ કરી શકાય.

2012માં પોતાના ફેંસલામાં સુપ્રીમ કોર્ટે વિભિન્ન્ ફર્મોને આપેલા 2 જી સ્પેકટ્રમ લાયસન્સ રદ્દ કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજસ્થાનમાં PM મોદી અને કંગના રનૌત સહિત શિવરાજસિંહ ચૌહાણ બીજા તબક્કામાં કરશે જોરશોરથી પ્રચાર

આ પણ વાંચો: મુખ્તાર અંસારીનું મોત ઝેરથી થયું હતું? વિસરા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

આ પણ વાંચો: સેના પર સૌથી વધુ ખર્ચ કરવામાં વિશ્વનો ચોથો દેશ બન્યો ભારત,SIPRIના અહેવાલમાં કરવામાં આવ્યો દાવો