Not Set/ બ્રિટનમાં ભારતીય મૂળના પ્રથમ કેબિનેટ મંત્રીએ આપ્યું રાજીનામું

બ્રિટનમાં ભારતીય મૂળના પ્રથમ કેબિનેટ મંત્રી પ્રીતિ પટેલે આંતરરાષ્ટ્રીય વિકાસ સચિવના પદેથી રાજીનામું આપી દીધું છે. બુધવાર સાંજે પ્રધાનમંત્રી થેરેસા મેને મળ્યા બાદ પટેલે રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ પ્રીતિ પટેલનું રાજીનામું આપવાનું મુખ્ય કારણ ઇઝરાયેલના રાજનેતાઓ સાથે તેમની નાણાની લેવડ દેવડ તેમજ ઉનાળામા પરિવાર સાથે ઇઝરાયેલ પ્રવાસ અંગેની માહિતી લીક કરવા […]

World
Priti Patel બ્રિટનમાં ભારતીય મૂળના પ્રથમ કેબિનેટ મંત્રીએ આપ્યું રાજીનામું

બ્રિટનમાં ભારતીય મૂળના પ્રથમ કેબિનેટ મંત્રી પ્રીતિ પટેલે આંતરરાષ્ટ્રીય વિકાસ સચિવના પદેથી રાજીનામું આપી દીધું છે. બુધવાર સાંજે પ્રધાનમંત્રી થેરેસા મેને મળ્યા બાદ પટેલે રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ પ્રીતિ પટેલનું રાજીનામું આપવાનું મુખ્ય કારણ ઇઝરાયેલના રાજનેતાઓ સાથે તેમની નાણાની લેવડ દેવડ તેમજ ઉનાળામા પરિવાર સાથે ઇઝરાયેલ પ્રવાસ અંગેની માહિતી લીક કરવા માટેનું માનવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે, ગત બુધવારે રક્ષા સચિવ માઈકલ ફોલને જાતીય સતામણીના આરોપોમાં રાજીનામું આપ્યું હતું. તેમજ વિદેશ સચિવ બોરિસ જોન્સન પણ ઈરાનમાં કેદ એક બ્રિટિશ ઈરાની નાગરિક પર કોમેન્ટ કરવાના કારણે રાજીનામાંના દબાણ હેઠળ છે. આ સાથે બ્રિટીશ સરકારની રાજકીય કટોકટીમાં પણ વધારો થયો છે.

ભારતીય મૂળના પ્રીતિ પટેલનો કેબિનેટમા સમાવેશ પૂર્વ પીએમ ડેવિડ કેમરૂનની સરકારમાં કરવામાં આવ્યો હતો. પ્રીતિ પટેલે ૨૦૧૦ માં એસેક્સ સીટ પરથી ચુંટણી લડીને સંસદમાં પ્રવેશ કર્યો હતો.