મેઘો મુશળધાર/ ગુજરાત સહિત દેશનાં અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

Top Stories Gujarat Others
1 206 ગુજરાત સહિત દેશનાં અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં ઘણા રાજ્યોમાં વરસાદ ભરપૂર થઇ રહ્યો છે. સવારથી જ દિલ્હી-એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કેટલાક સ્થળોએ ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

1 207 ગુજરાત સહિત દેશનાં અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચો – નહી સુધરે / ભૂખમારાથી લડી રહેલા ઉ.કોરિયાએ લાંબા અંતરની અદ્યતન મિસાઇલોનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ

દિલ્હી-એનસીઆર સહિત દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, વિદર્ભ, તામિલનાડુ, ગુજરાત, પુડ્ડુચેરી, કેરળ અને માહેમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડ્યો છે, આગામી 5 દિવસોમાં આ રાજ્યોમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આગામી ચાર-પાંચ દિવસમાં દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે અને વિભાગે આ અંગે ઘણા રાજ્યો માટે એલર્ટ પણ જાહેર કર્યું છે. દિલ્હી-એનસીઆર, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓડિશા જેવા રાજ્યોમાં આજે પણ ભારે વરસાદ થઇ શકે છે. આ સિવાય આગામી 4-5 દિવસમાં કોંકણ, ગોવા, ગુજરાત, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે દિલ્હીમાં પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી સાત દિવસ માટે ચેતવણી આપવામાં આવી છે. આજે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઘણા સ્થળોએ વરસાદ અને મેઘગર્જના સાથે પૂર્વીય વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે અને આ સિવાય મંગળવારે પણ યુપીનાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

1 208 ગુજરાત સહિત દેશનાં અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચો – Political / અમારી પાર્ટી દ્વારા સતત અભિયાનનાં કારણે વિજય રૂપાણીને આપવુ પડ્યું રાજીનામુંઃ હાર્દિક પટેલ

હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે, દિલ્હી-એનસીઆરમાં આગામી સાત દિવસ સુધી વરસાદ રહેશે. આઇએમડી અનુસાર, સોમવારથી બુધવાર સુધી હળવો વરસાદ પડી શકે છે, જ્યારે ગુરુવારથી શનિવાર સુધી વરસાદ પડી શકે છે. આજે અહીં સૂર્યપ્રકાશની સંભાવના ઓછી જ છે, જ્યારે વિભાગનું કહેવું છે કે સોમવારે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી ભારે વરસાદ પડી શકે છે. વળી, વિભાગ અનુસાર, મંગળવારે દિલ્હીમાં તડકો રહેશે. આ પછી, બુધવારથી હવામાન ફરી બદલાશે અને ચાર દિવસ સુધી વરસાદ પડશે, રવિવારે પણ દિલ્હી-એનસીઆરમાં બપોર સુધી હવામાન સ્પષ્ટ રહ્યું અને તે પછી મોડી સાંજ સુધી, ઘણી જગ્યાએ હળવાથી ભારે વરસાદ નોંધાયો છે.