political crisis/ રાષ્ટ્રપતિ ગોટાબાયા ભાગી જતા શ્રીલંકાની સ્થિતિ વણસી,પ્રદર્શનકારીઓની સંસદ તરફ કૂચ,ટીયર ગેસ છોડવામાં આવ્યા

બુધવારે વહેલી સવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ભાગી જવાના કારણે ફરી એકવાર હિંસા જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે.

Top Stories India
10 19 રાષ્ટ્રપતિ ગોટાબાયા ભાગી જતા શ્રીલંકાની સ્થિતિ વણસી,પ્રદર્શનકારીઓની સંસદ તરફ કૂચ,ટીયર ગેસ છોડવામાં આવ્યા

બુધવારે વહેલી સવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ભાગી જવાના કારણે ફરી એકવાર હિંસા જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. ઉશ્કેરાયેલી ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ છોડવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓએ સેનાના વાહનને પણ રોકી દીધું છે. બીજી તરફ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશમાંથી ભાગીને માલદીવ પહોંચી ગયા છે. માલેના વેલાના એરપોર્ટ પર માલદીવ સરકારના પ્રતિનિધિઓએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમની જાહેરાત મુજબ આજે તેઓ રાજીનામું આપવાના હતા. રાષ્ટ્રપતિ રાજપક્ષે, તેમની પત્ની અને બે અંગરક્ષકો ગઈકાલે રાત્રે કોલંબો ઈન્ટરનેશનલ એરપોર્ટથી માલે જવા માટે લશ્કરી વિમાનમાં સવાર થયા હતા. અહેવાલો અનુસાર, તેમના નાના ભાઈ અને પૂર્વ નાણામંત્રી બાસિલ રાજપક્ષે પણ દેશ છોડી દીધો છે.

કોરોના અપડેટ/ દેશમાં કોરોનાના વધઘટ સાથે નવા 16,906 કેસ,45 દર્દીના મોત

ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં આર્થિક-રાજકીય કટોકટી વધુ ઘેરી બની રહી છે. આ દરમિયાન ગોટાબાયા રાજપક્ષે દેશ છોડી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે મંગળવારે રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. મળતી માહિતી મુજબ ગોટાબાયા રાજપક્ષે હાલમાં માલદીવ પહોંચી ગયા છે. અહીંથી તે દુબઈ જવાનો છે.શ્રીલંકામાં જાહેર વિરોધ બાદ રાષ્ટ્રપતિને દેશ છોડવાની ફરજ પડી છે. આર્થિક સંકટ વચ્ચે ગુસ્સે ભરાયેલા લોકોએ ભૂતકાળમાં રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો અને પીએમના આવાસને આગ લગાવી દીધી હતી