હવામાન/ રાજ્યમાં હવામાનમાં પલટો : ગરમીનો પારો નીચે સરકતા રાહત

બે દિવસ બાદ રાજ્યભરમાં પવન ફૂંકાય અને તાપમાનનો પારો નીચે સરકે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે મોટા ભાગના વિસ્તારોમા ગરમીનો પારો 35 ડિગ્રી સુધી જઈ શકે છે

Top Stories Gujarat Others
હવામાન

રાજયનાં હાલ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જોકે રાહતની વાત એ છે કે ગઈકાલથી  જ હવામાન બદલાયું છે અને ગરમીનો પારો થોડો નીચે ઉતર્યો છે. જોકે અમદાવાદ અને ગાંધીનગ૨ ખાતે હજુ કાળઝાળ ગ૨મી ૨હેવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે સાથે સાથે વરસાદ થવાની અને ગરમીનો પારો નીચો રહેવાની વાત પણ જણાવી છે.

અમદાવાદમાં આજે અને આવતીકાલે ગરમીથી આંશિક રાહત અનુભવાશે. બે દિવસ બાદ રાજ્યભરમાં પવન ફૂંકાય અને તાપમાનનો પારો નીચે સરકે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે મોટા ભાગના વિસ્તારોમા ગરમીનો પારો 35  ડિગ્રી સુધી જઈ શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું જોર ઘટશે અને વરસાદ આવવાની શક્યતા સેવાઈ રહી છે. રાજ્ય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ૪૧ ડીગ્રી તાપમાન રહેશે.  જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ખાસ કરીને હાલ સુરેન્દ્રનગ૨-રાજકોટ-અમરેલી અને કચ્છ વિસ્તા૨માં આંશિક રાહત ૨હેશે અને ઉપરોક્ત સ્થળોએ આવતા ચા૨-પાંચ દિવસ માટે મહતમ તાપમાન 35થી 38  ડિગ્રી આસપાસ નોંધાશે. તેમજ દરીયાકાંઠાનાં વિસ્તારોમાં તાપમાન 32 થી 35 ડિગ્રી આસપાસ નોંધાય તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

Above 1 રાજ્યમાં હવામાનમાં પલટો : ગરમીનો પારો નીચે સરકતા રાહત

આ પણ વાંચો : IPLના ટાઇટલ માટે આ 4 ટીમો વચ્ચે થશે ખરાખરીનો જંગ,જાણો ક્યારે થશે મુકાબલો