દરોડા/ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પાડ્યા દરોડા,વિભાગમાં ફફડાટ,બદલીના આદેશ…

હાઇકોર્ટના વકીલે ફરીયાદ કરી હતી અને વિભાગમાં ભષ્ટ્રાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા તેના અતર્ગત મહેસૂલ મંત્રીએ વિભાગમાં જઇને દરોડા પાડયા હતા

Top Stories Gujarat
mantri મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પાડ્યા દરોડા,વિભાગમાં ફફડાટ,બદલીના આદેશ...

ગુજરાતમાં બનેલી નવી સરકાર  એકશન મોડમાં છે,પ્રજાલક્ષી કાર્યોને હાલ પ્રાધાન્ય આપી રહી છે અને તંત્રની કોઇ ફરિયાદ મળે તો જાત તપાસ હાથ ધરવાની કાર્યાહી પણ મંત્રીઓ કરી રહ્યા છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ જાત દરોડા પાડીને સ્પષ્ટ્ કરી દીધુ છે કે ભષ્ટ્રાચાર સાંખી નહી લેવાય.આજે મહ્સલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અમદાવાદમાં આવ્યા છે,અને સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં તપાસ કરી હતી ,મહેસૂલ મંત્રીએ દરોડા પાડતાં ઓફિસના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

મહેસૂલ વિભાગમાં ભષ્ટ્રાચારની એનેક ફરિયાદો મળી હતી અને હાઇકોર્ટના વકીલે ફરીયાદ કરી હતી અને વિભાગમાં ભષ્ટ્રાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા તેના અતર્ગત મહેસૂલ મંત્રીએ વિભાગમાં જઇને દરોડા પાડયા હતા ,આ ઉપરાંત વિભાગમાં મળતિયાઓ  વહિવટ કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.

મહેસૂલ મંત્રીએ તપાસ બાદ આપ્યું નિવેદન સાંજ સુધી અધિકારીઓની બદલી કરી દેવામાં આવશે,મહેસૂલ વિભાગમાં અધિકારીઓ અને કર્મચારીઓમાં હાલ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. સાંજે બદલી થવાના આદેશથી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અમદાવાદમાં
સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન કચેરીમાં કરી તપાસ
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શનમાં
હાઈકોર્ટના વકીલની ફરિયાદ બાદ જાત તપાસ
વિભાગમાં ભ્રષ્ટાચારના લાગ્યા છે આરોપ
મળતિયાઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન
સાંજ સુધીમાં અધિકારીઓની બદલીના આદેશ