Not Set/ કોરોના,ઓમિક્રોનના સમાચાર વાંચીને, સાંભળીને કંટાળી ગયા છો? તો ધનધતુડીપતુડી જોઈ નાંખો

ફિલ્મ સમગ્રપણે ગ્રામ્યજીવન પર શૂટ થઇ છે અને એકદમ મેહોણી ઢબે છે એટલે મજ્જા પડી જાય છે. ફિલ્મની સ્ટોરી માલામાલ વીકલી ફિલ્મને મળતી આવે છે. માલામાલમાં જેમ લોટરીની વાત છે

Entertainment
ધનધતુડીપતુડી

કોરોનાનો કહેર ઓછું થવાનું નામ લઇ રહ્યો નથી ત્યારે ધતુડીપતુડી કરવા એક નવો વાયરસ આવી ગયો છે ઓમિક્રોન. જોકે આ અંગે ભારત સરકાર ખૂબ જ સખ્તાઈપૂર્વક પગલા લઇ રહી છે અને વિદેશથી આવતા પ્રવાસીઓ પર ખૂબ જ નજર રાખીને ટેસ્ટીંગ કરી રહ્યું છે. જોકે આ બધાની વચ્ચે શુકવારે ગુજરાતી સિનેમાના રૂપેરી પડદે એક ફિલ્મ રીલીઝ થઇ છે અને તે છે “ધનધતુડીપતુડી”.

ફિલ્મ સમગ્રપણે ગ્રામ્યજીવન પર શૂટ થઇ છે અને એકદમ મેહોણી ઢબે છે એટલે મજ્જા પડી જાય છે. ફિલ્મની સ્ટોરી માલામાલ વીકલી ફિલ્મને મળતી આવે છે. માલામાલમાં જેમ લોટરીની વાત છે એમ આ ફિલ્મમાં પણ એક કરોડ રૂપિયાના લોટરીની વાત છે અને ગામ આખુંયે લોટરીની પાછળ ચકરાવે ચઢે છે. ગામમાં વાતનો ફેલાવો થતાં સરપંચથી લઈને ધોબી સુધીના લોકોની લાલચ જાગી ઉઠે છે અને લોટરી મેળવવાની લ્હાયમાં થાય છે ધનધતુડીપતુડી.

ફિલ્મના ડાયલોગ અને સ્ક્રીનપ્લે જેટલા સારી રીતે લખાયા છે તેટલા જ કલાકાર કસબીઓએ બાખૂબીથી પોતાના રોલમાં અદ્દબ ઢબથી બોલીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે.  આ ફિલ્મમાં પણ બાકીની ફિલ્મોની જેમ દારૂનો સીન દેખાઈ છે.

ફિલ્મ પહેલા હાફમાં ખૂબ જ ઝડપી દોડે છે પરંતુ બીજા હાફમાં ગાડી વીક પડી જાય છે. ફિલ્મમાં ક્યાંક લાઈટીંગ પ્રોપર સેટ ન થયું હોય તેવું દેખાય છે કે ક્યાંક ગામડામાં અભિનય કરતી અભિનેત્રીના હેર સ્ટેટનીંગ કરેલા દેખાય છે એટલે થોડુક આભાસી ચિત્ર ખડું થતું દેખાય છે.

ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પાર્થ ઠાકરે આપ્યું છે જયારે તેના ગીતો અરવિંદ વેગડા અને સાંત્વની ત્રિવેદીએ ગાયેલા છે.

ફિલ્મમાં દીપા ત્રિવેદી, રીધમ ભટ્ટ, હેમાંગ દવે, જીતુ પંડ્યા, ચેતન દૈયા, આકાશ ઝાલા, સંજયસિંહ ચૌહાણ,જહાનવી ચૌહાણ, જિતેન્દ્ર ઠક્કર,તૃપ્તિ જાંબુચા,રાહી રાઠોરે અભિનય કર્યો છે જયારે ફિલ્મનું નિર્દેશન સન્ની કુમારે કર્યું છે.

ઓવરઓલ ફિલ્મ એકવાર જોઈ શકાય અને કોમેડી ફિલ્મ જોવાના શોખીન હોય તો વારંવાર જોઈ શકાય તેવી બે કલાક અને પાંચ મિનીટની ફિલ્મ “ધનધતુડીપતુડી”ને પાંચમાંથી ત્રણ સ્ટાર (3.00/5.00) !