Video/ મેકઅપ આર્ટિસ્ટના લગ્નમાં પહોંચી શ્રદ્ધા કપૂર, દુલ્હા-દુલ્હનની ‘પાદરી’ બનીને કરાવી વિધિ!

મેકઅપ આર્ટિસ્ટે લગ્નનો આ વીડિયો શેર કર્યા બાદ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગી છે. કારણ કે આ લગ્નમાં ન માત્ર અભિનેત્રીએ હાજરી આપી હતી,

Entertainment
શ્રદ્ધા કપૂર

અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેની બેસ્ટ ફ્રેન્ડ અને મેકઅપ આર્ટિસ્ટ શ્રદ્ધા નાઈકના લગ્નમાં પહોંચી હતી, જેની ઝલક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. મેકઅપ આર્ટિસ્ટે લગ્નનો આ વીડિયો શેર કર્યા બાદ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગી છે. કારણ કે આ લગ્નમાં ન માત્ર અભિનેત્રીએ હાજરી આપી હતી, પરંતુ શ્રદ્ધા કપૂરે પણ ‘પાદરી’ બનીને લગ્નની વિધિઓ કરી હતી. વીડિયોમાં શ્રદ્ધા પર્પલ કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. શ્રદ્ધાનો આ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો :સલમાન ખાનના પડોસીએ કહ્યું- પનવેલ ફાર્મહાઉસમાં દફનાવવામાં આવ્યા ફિલ્મી સ્ટાર્સના મૃતદેહ…

લગ્ન સમારોહનો વીડિયો શેર કરતા, શ્રદ્ધાના મેકઅપ આર્ટિસ્ટે લખ્યું, “પ્રિય શ્રેદ્ધી,  12 વર્ષ પહેલા એક પ્રોફેશનલ સેટ પર મળવાથી લઈને મિત્ર બનવા સુધી, પછી લગ્નની વિધિઓ કરવા માટે મારા શ્રેષ્ઠ મિત્ર બનવા સુધી, અમે લાંબા સફર કર્યો છે! અમારા લગ્ન કરવા બદલ આભાર. મારા અને રિચી માટે આ દુનિયાની સૌથી મોટી વાત છે.”

https://www.instagram.com/reel/CZBYZESAMQ1/?utm_source=ig_web_copy_link

આપને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂરે તેના લગ્નના દિવસે તેની બેસ્ટ ફ્રેન્ડ શ્રદ્ધા નાઈક માટે કંઈક ખાસ કર્યું છે. તેના શ્રેષ્ઠ મિત્રના લગ્નમાં, શ્રદ્ધા કપૂરે સમારોહનું આયોજન કર્યું હતું અને તમામ નજીકના લોકોની સામે લગ્નની પ્રતિજ્ઞા વાંચી હતી. શ્રદ્ધા નાઈકે તેના લગ્નના દિવસનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂર લગ્ન સમારોહમાં પરફોર્મ કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : છૂટાછેડા બાદ પણ એક જ હોટલમાં રોકાયા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત, જાણો શું છે કારણ

અભિનેત્રી ખાસ કરીને સાહો ફિલ્મમાં પ્રભાસ સાથે કામ કરવા માટે જાણીતી છે. તેણે વરુણ ધવન સાથે સ્ટ્રીટ ડાન્સર 3D, આદિત્ય રોય કપૂર સાથે આશિકી 2 અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે એક વિલન જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે સ્ત્રી, છિછોરે, હાફ ગર્લફ્રેન્ડ અને ઓકે જાનુ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શ્રદ્ધા કપૂર આગામી નાગીન ટ્રાયોલોજીમાં જોવા મળશે. આ સાથે રણબીર કપૂર   બોની કપૂર અને ડિમ્પલ કાપડિયા જેવા કલાકારો સાથે લવ રંજનની ફિલ્મમાં પણ જોવા મળશે.

આ પણ વાંચો :અક્ષય કુમારની સૌ પ્રથમ વેબ સીરિઝના દિગ્દર્શન માટે ત્રણ દિગ્દર્શકો વચ્ચે હોડ

આ પણ વાંચો :સલમાન ખાનનું નવું સોંગ મેં ચલા રિલીઝ, આ સોંગ બનાવવા પાછની સ્ટોરી છે રસપ્રદ

આ પણ વાંચો :પ્રિયંકા ચોપરાના ઘરે દીકરો આવ્યો કે દીકરી! સામે આવી રહ્યા છે આ સમાચાર